(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૩
ગુજરાત પોલીસની લાલિયાવાડીના અગાઉ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરે છે. ત્યારે ગુજરાત પોલીસની લાલિયાવાડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આપ નેતા ગોપાલ ઈટાલિયાએ ગુજરાત પોલીસમાંથી રાજીનામુ આપી દીધું હોવા છતા તેમને પ્રમોશન આપવામા આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગોપાલ ઈટાલીયાએ ટિ્વટ કરીને હર્ષ સંઘવી પર પ્રહાર કર્યા છે. અને આ પ્રમોશન માટે કટાક્ષ કરીને આભાર વ્યક્ત કર્યો છે.
મળતી માહિતી માહિતી આપ નેતા ગોપાલ ઈટાલિયાએ ટિ્વટ કરીને પોતાને ગુજરાત પોલીસમાં પ્રમોશન મળ્યું હોવાની જાણકારી આપી છે. તેમજ તેમને હર્ષ સંઘવી પર પ્રહાર કરતા આઠ પાસ હર્ષ સંઘવીનો કાલાજાદુ, વર્ષ- ૨૦૧૫ માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-૨૦૨૪ માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-૭૨૬ પર મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ આઠ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું. આમ ગોપાલ ઈટાલિયાએ ગુજરાત પોલીસની આ લાલિયાવાડીને લઈને હર્ષ સંધવીને આડેહાથ લીધા છે.
ઈટાલીયા એ ટિ્વટ કર્યું કે, વર્ષ-૨૦૧૫ માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-૨૦૨૪ માં હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ આઠ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું. મહત્વનું છે કે, ગુજરાત પોલીસમાં નોકરી મેળવવા અને બઢતી માટે યુવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આ પ્રકારની લાલિયાવાડી સામે આવતા તે સવાલ થાય છે આવા ગોટાળા કેવી રીતે થઈ શકે.ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જે ગુજરાત પોલીસની કામગીરીના વખાણ કરતા થાકતા નથી ત્યારે આ ગુજરાત પોલીસમાં આ પ્રકારની લાલિયાવાડી ચાલી રહી છે તેના માટે શું કરી રહ્યા છે ?