(સિટી ટુડે) સુરત,તા.૨9
સુરત સ્થિત સુપ્રીમ ડેવલોપર્સના પાંચ કર્તાહર્તા અને ભાગીદારો સામે રેરામાં ફરિયાદ કરવામાં આવી છે. સુપ્રીમ ડેવલોપર્સ દ્વારા ફ્લેટધારકોને સંપૂર્ણ સુવિધા આપવાનું જણાવ્યા બાદ સુવિધા પુરી નહીં પાડીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફ્લેટધારકોએ રેરામાં ફરિયાદ કરી છે.
બેગમપુરા ખાતે રહેતા અને સુપ્રીમ ડેવલોપર્સના મોરાભાગળ નજીક “એલ પરાઈસો ટોરે” પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદનારા ફ્લેટધારકે રેરામાં ફરિયાદ કરી છે. “એલ પરાઈસો ટોરે” પ્રોજેક્ટમાં સુવિધા આપવાની મોટાપાયે જાહેરાતો કરીને ફ્લેટ ખરીદવા માંગતા ગ્રાહકોને આકર્ષવામાં આવ્યા હતા. સુપ્રીમ ડેવલપર્સનાં કર્તાહર્તા-ભાગીદારો જેમાં ભરુચા ડેવલોપર્સના ઉસ્માન ઈસ્માઈલ ભરુચા,આયેશા બીબી ઉસ્માન ભરુચા, ઈસ્માઈલ ઉસ્માન ભરુચા, મોહંમદ ઈબ્રાહીમ ભરુચા અને અબ્દુલ રહીમ પીર મહંમદ ઉમતીયાએ ફ્લેટધારકોને ફ્લેટમાં તમામ પ્રકારની સુવિધા આપવાનું લેખિતમાં જણાવ્યું હતું.
અરજદારે સુપ્રીમ ડેવલપર્સનાં કર્તાહર્તા-ભાગીદારો અને ભરુચા ડેવલોપર્સ વિરદ્વ રેરામાં ફરિયાદ આપી જણાવ્યું છે કે આ તમામ કન્સ્ટ્રકશન, પ્રોજેકટસ કરવાનું કામ કરે છે અને સુરતનાં રાંદેરનાં રામનગરથી મોરા ભાગળ
જવાનાં રસ્તે, ખાંડાકુવાની બાજુમાં, મેમણ નગર સોસાયટીની બાજુમાં, જિ.સુરત, તા.ચોર્યાસી, મોજે ગામ રાંદેરમાં આવેલા સરવે/બ્લોક નંબર: 5/એ/પી, 5/બી, ટી.પી.સ્ક્રીમ નં.૨29 (રાંદેર), ફાઈનલ પ્લોટ નં.07માં “એલ પરાઈસો ટોરે” નામથી પ્રોજેકટનું નિર્માણ કર્યું છે. આ પ્રોજેક્ટમાં અલગ અલગ ફલેટ અરજદાર સહીત અલગ અલગ સભ્યોને વેચાણ આપેલા છે, જે પ્રોજેકટ અંગે ડેવલોપર્સ તરફથી ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી (રેરા)માં રજિસ્ટ્રેશન કરવામાં આવેલું છે.
અરજદારે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે ફેસેલીટીઝ ફાળવવાનો વિશ્વાસ તથા ભરોસો આપી તથા લોભામણી જાહેરાતોને લઈ આ પ્રોજેકટમાં બે ફલેટો લીધેલા છે, જે પૈકી છઠ્ઠા માળે બે ફલેટ જેમાં ફલેટ નં-603 નો વેચાણ દસ્તાવેજ નં 14502/2020 થી તા.10-09-2022 નાં રોજ રજિસ્ટર્ડ થયેલો છે અને ફલેટ નં.604 નો વેચાણ દસ્તાવેજ નં.14501/2020 થી તા.10-09-2022 નાં રોજ રજિસ્ટર્ડ થયેલો છે, જે બંને ફલેટોનો પુરેપુરી વેચાણ કિંમત ચૂકવી આપનામાં આવી છે પરંતુ ડેવલોપર્સ દ્વારા બ્રાઉઝર અને જાહેરાત અને મૌખિક તથા લેખિત વિશ્વાસ તથા ભરોસાઓ આપી જે જે ફેસીલીટીઝ, સુવિધાઓ અને એમેનીટીઝ આપવાની જાહેરાત તથા ભરોસો આપવામાં આવેલ, તેવી પુરેપુરી સગવડ, સુવિધા અને એમેનીટીઝ પુરી પાડવામાં આવી નથી અને પોતે કરેલી જાહેરાતનો ભંગ કરેલો છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ આ પ્રોજેકટને આજે પાંચ વર્ષ જેટલો સમય થઈ ગયેલો હોવા છતાં ડેવલોપર્સ તરફથી ઈલેકટ્રીક મીટરની સુવિધા આજદિન સુધી આપવામાં આવી નથી.આ પ્રોજેકટમાં ગાર્ડન બતાવાવમાં આવેલું છે, જે ગાર્ડનની સુવિધા રેરાની કચેરીમાં પણ રજૂ કરેલા બ્રાઉઝરમાં પણ બતાવેલી છે, પરંતુ પાંચ વર્ષ ઉપરાંતનો સમય થવા છતાં આજદિન સુધી કોઈ ગાર્ડન બનાવવામાં આવેલું નથી. પ્રોજેકટમાં સિનિયર સીટીઝન સીટીંગની સુવિધા પણ આપવાની હતી, તેની પણ ફાળવણી કરવામાં આવી નથી.
આ પ્રોજેક્ટમાં રિસેપ્શન ડેસ્કની સુવિધા પણ આપવાની હતી, તે પણ ફાળવણી કરવામાં આવી નથી.
મહત્વની વાત એ છે કે આપ્રોજેકટમાં ફલેટમાં ગેસ કનેકશનગની સુવિધા પણ આપવાની હતી, તે પણ યાને ગેસ કનેકશન પણ લાવી આપવામાં આવ્યા ન હોવાનું ફરિયાદમાં અરજદારે જણાવ્યું છે.
અરજદારની ફરિયાદ મુજબ સુપ્રીમ ડેવલોપર્સે એપાર્ટમેન્ટમાં ફલેટ ધારકોનાં જાન માલની સુરક્ષા માટે મુખ્ય દ્વાર (MAIN ENTARANCE) સિકયુરિટી કેબિનની સુવિધા આપવાની હતી, તે પણ ફાળવણી કરવામાં આવેલ નથી અને આદિન સુધી કોઈ પાકું ગેટ બનાવ્યા નથી કે કોઈ સિકયુરિટી કેબિન, વોચમેનની કોઈ સુવિધા પુરી પાડવામાં આવી નથી.આ પ્રોજેકટમાં પાર્કીંગની જે સુવિધા બતાવવામાં આવેલી, તેવી પાર્કીંગની સુવિધા પણ હજી સુધી પુરી પાડવામાં આવી નથી અને પાર્કીંગની જગ્યા આડેધડ ખુલ્લી અને નધણીયાણી હાલતમાં ખાલી જગ્યા છોડી દીધી છે, કોઈ વ્યવસ્થિત પાર્કીંગ બનાવવામાં આવેલું નથી.
ફરિયાજ મુજબ આ પ્રોજેકટમાં ઈમારતમાં કુલ-૩ લિફ્ટ બતાવવામાં આવેલી છે, પરંતુ હાલમાં બે જ લિફટની ફેસિલિટી આપવામાં આવી છે અને ત્રીજી લિફ્ટનું કામ હજી પુરૂં થયુ નથી અને જે બે લિફ્ટ બનાવેલી છે, તેમાં પણ એક લિફ્ટ કાયમી ધોરણે બંધ રહે છે, એકજ લિફટ ચાલે છે, અને તે એક લિફ્ટ પણ યોગ્ય રીતે કામ કરતી નથી અને પાવર બેક બતાવવામાં આવેલું છે, જનરેટરની સુવિધા બતાવવામાં આવેલી છે, પરંતુ પાવર બેકની કોઈ સુવિધા પણ નથી અને કોઈ જનરેટરની સુવિધા પણ નથી, આ ઉપરાંત એકજ લિફટ ચાલે છે અને તેમાં પણ લાઈટ જાય તો લિફટ બંધ જાય છે અને લિફ્ટ માટે પણ પાવર બેકની કોઈ વ્યવસ્થા નથી.
ડેવલોપર્સ દ્વારા બીયુસી હજી સુધી ફલેટ ધારકને પુરૂં પાડવામાં આવેલા નથી અને એક ફલેટમાં એસી, વોટર હિટર, આરો પાણીની ફેસિલિટી આપવાનો જે બ્રાઉઝર, અને જાહેરાત મુજબ ભરોસો આપેલો, તેવી સુવિધા હજી પણ પુરી પાડવામાં આવી નથી. આ ઉપરાંત બાંધકામ પણ યોગ્ય ગુણવત્તા વાળું નથી, ફલેટની અંદર દિવાલોનાં કલરનાં પોપડાં વારંવાર ઉખડી જાય છે, ભેજ લાગી જાય છે.
અરજદારની ફરિયાદ પ્રમાણે આમ ઉપરોકત પ્રોજેકટમાં ડેવલોપર્સ દ્વારા જાહેરાત તથા બ્રાઉઝર તથા આપેલા વિશ્વાસ તથા ભરોસા મુજબની કામગીરીઓ કરી જ નથી, પુરેપુરો વેચાણ કિંમત મેળવી લીધી હોવા છતાં પોતે પોતાની જવાબદારીનાં ભાગરૂપે અસંખ્ય ક્ષતિઓ, ખામીઓ રાખી છે અને ઉપર મુજબ અનેક જરૂરી આનુષાંગિક અને પોતે ફાળવણી કરવાની જવાબદારી વાળી ફેસિલિટીઝ, એમેનિટીઝ ફાળવી નથી. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં આ બિલ્ડરો, ડેવલોપર્સ માથાભારે ટાઈપનાં હોય, કોઈને ગણકારતા નથી અને મનસ્વીપણું અને દાદાગીરીભર્યુ વલણ દાખવી રહ્યા છે.
ડેવલોપર્સ દ્વારા રેરા કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ડેવલોપર્સે રેરા એકટનાં રૂલ્સ મુજબનું બાંધકામ કર્યું નથી. હલકી ગુણવત્તાનો માલ સામાન મટીરીયલ વાપરેલો છે, જેને કારણે ઈમારતમાં ઘણી જગ્યાએ અત્યારથી જ દિવાલોનાં પોપડા ઉખડી રહ્યા છે અને આ મિલકત-બિલ્ડીંગની સ્ટેબિલિટી માટે ખુબજ અગત્યનો મુદ્દો ઉભો થયો છે, આમ ડેવલોપર્સના બાંધકામમાં પણ ક્ષતિ જોવાં મળી રહી છે.
આ ઉપરાંત બિલ્ડીંગનાં કોમન એરીયામાં વરસાદી પાણીના પ્રોપર નિકાલની વ્યવસ્થા પણ કરી નથી, જેને કારણે પાણી સ્લેબમાં અંદર જાય છે અને એ પાણી નીચે બેઝમેન્ટની અંદર ટપક્યાં કરે છે, જેને કારણે ભવિષ્યમાં સ્લેબ માટે બહુ જ હાનિકારક છે અને બિલ્ડીંગની સલામતી માટે બહુજ જોખમરુપ છે અને બિલ્ડીંગને સતત પાણી અને ભેજ લાગવાથી તેની વય મર્યાદા ઘટી જાય તેવું ચોકકસ કહી શકાય છે.
ફરિયાદ મુજબ ડેવલોપર્સ દ્વારા રેરા કાયદા તથા નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી પ્રોજેકટ સમયે ફ્લેટધારકને સગવડ સુવિધા પુરી પાડવાનો ભરોસો આપેલો, તે મુજબનું પાલન અને અમલ કરેલો નથી અને ખુબજ હલકી કવોલિટીનો માલ મટીરીયલ અને ક્ષતિયુક્ત કામ કરેલું છે, જે અનુસંધાનમાં ડેવલોપર્સ અને બિલ્ડરને ફ્લેટધારકો તરફથી અવાર નવાર ફરિયાદો-રજુઆતો કરેલી છે, તેમ છતાં ડેવલોપર્સ દ્વારા બિલ્ડીંગની ક્ષતિઓ દુર કરવા અને તમામ પ્રોબ્લેમનો નિરાકરણ લાવવા અને ફેસિલિટીઝ અને એમેનિટીઝ પુરી પાડવા માટે કોઈ તૈયારી બતાવી નથી કે તેવી કોઈ કામગીરી કરી નથી કે તેવી બાંહેધરી આપી નથી અને સઘળી કામગીરીઓ, ક્ષતિઓ બાકી જ રાખી છે અને આમ કરી ફલેટધારકો, ગ્રાહકો, ફલેટ હોલ્ડરો સાથે વિશ્વાસઘાત અને કરારભંગ કર્યો છે.
અરજદારના જણાવ્યા મુજબ ઈમારતમાં માસિક મેઈન્ટેનન્સ નિયમીત મેળવવામાં આવે છે, તેમ છતાં બિલ્ડીંગની કોમન સુવિધાઓ નિયમીત મળતી નથી અને ખુબજ બેદરકારીપુર્વક નિભાવ થઈ ૨હ્યો છે, એકંદરે બિલ્ડર- ડેવલોપર્સે એક નહી, પરંતુ અનેક ક્ષતિઓ કરી રેરા કાયદાનો અને સરકારી, અર્ધ સરકારી નીતિ નિયમોનો તથા ફલેટ હોલ્ડરોને પ્રોજેકટનાં બુર્કીંગ સમયે અને વેચાણ આપતી વખતે આપેલા વિશ્વાસ તથા ભરોસાનો ભંગ કરી, પુરી પાડવી જોઈતી સગવડ સુવિધા અને સારા માલ મટીરીયલ વાળું કામ નહી કરી, ગંભીર ગુનાહીત બેદરકારી-કૃત્યો કર્યા છે. જેને કારણે ડેવલોપર્સના કારણે અરજદાર સહીત તમામ ફલેટ ધારકો અસહ્ય માનસિક, શારીરિક, આર્થિક ત્રાસ ભોગવી રહયા છે.
અરજદારે ફરિયાદમાં જણાવ્યું છે કે ડેવલોપર્સને વારંવા૨ ૨જૂઆતો, ફરિયાદો કરવા છતાં કાયદાકીય રીતે અને રેરાના નિયમો મુજબ જવાબદાર છે. અરજદારો સાથે ગેરવ્યાજબી વેપારી પ્રથા અપનાવી તથા વિશ્વાસ તથા ભરોસાનો ભંગ કરી તેમજ રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટીનાં નીતિ નિયમોનો ભંગ કરેલો હોય, આ બાબતની ફરિયાદ નોંધી, સામાવાળાઓ સામે કાયદા હેઠળ કાનુની કાર્યવાહી કરવા અને તમામ ક્ષતિઓ ડેવલોપર્સનાં ખર્ચે અને જોખમે દુરસ્ત કરાવવા અને ફલેટ ધારકોને વ્યાજબી ન્યાય, વળતર અપાવવા માંગ કરવામાં આવી છે.