(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૩
ગુજરાતમાં સેંકડો મહિલાઓ નાઈટ શિફ્ટ (રાત્રી નોકરી) કરી રહી છે અને ઘણી વાર તેમની સાથે અઘટિત ઘટનાઓ પણ બને છે. આવી સ્થિતિને ટાળવા માટે ગુજરાત સરકારે હવે નાઈટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ માટે એક પોલીસી લાવવાની વિચારણા કરી રહી છે જેને ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
નાઇટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ પરની નીતિ અંગે સરકારનું ચિંતન ઉદ્યોગની રજૂઆતોના જવાબને અનુલક્ષીને આવ્યું છે. કંપનીઓ નાઈટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ માટે ગાઈડલાઈન્સની હિમાયત કરી હતી. જુલાઇ સુધીમાં, રાજ્યના શ્રમ વિભાગને નાઈટ શિફ્ટમાં મહિલાઓને નોકરી આપવા માંગતી કંપનીઓ પાસેથી ૭૯ અરજીઓ મળી હતી. તેમાંથી ૨૭ કંપનીઓને પરવાનગી મળી હતી, ૪૬ અરજીઓ ઉ અનુપાલન પગલાં માટે પરત કરવામાં આવી હતી અને છ શરતોને પૂર્ણ ન કરવા બદલ નકારી કાઢવામાં આવી હતી.
