રામબન, તા.૪
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બુધવારે (૪ સપ્ટેમ્બર ૨૦૨૪) રામબન પહોંચ્યા હતા. રાહુલે અહીં ગુલ વિસ્તારના સાંગલદાનમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
રેલીને સંબોધતા રાહુલે કહ્યું કે, ‘હું અહીં તમારા દરેકનું સ્વાગત કરું છું. તમે જાેયું હશે કે સમગ્ર દેશમાં ભાજપ – આરએસએસના લોકો હિંસા અને ભય ફેલાવી રહ્યા છે. લડાઈ માત્ર બે જ વસ્તુઓ વચ્ચે છે, નફરત અને પ્રેમ. અમે એક સૂત્ર આપ્યું છે કે, નફરતની બજારમાં પ્રેમની દુકાન ખોલીશું. નફરતને પ્રેમ દ્વારા હરાવી શકાશે. પહેલા મોદી છાતી કાઢીને આવતાં હતા પરંતુ હવે….. (ઈશારાથી કહે છે) આ રીતે આવે છે.
જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જાે આપવા વિશે રાહુલ ગાંધીએ ક્હ્યું કે, ‘પહેલીવાર હિંદુસ્તાનના રાજ્યમાંથી લોકોના અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જાે પાછો આપવો પડશે. તમારી પાસેથી અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. અમે દેશને બંધારણ આપ્યું છે. તમારા લોકોની સંપત્તિ તમારી પાસેથી છીનવીને બહારના લોકોને આપવામાં આવી રહી છે. અમે ઇચ્છતા હતા કે ચૂંટણી પહેલા તમને રાજ્યનો દરજ્જાે મળે અને પછી ચૂંટણી યોજાય, પરંતુ ભાજપ આવું નથી ઈચ્છતી.પરંતુ ભાજપ ઇચ્છે કે ન ઇચ્છે, અમે એટલું દબાણ કરીશું કે ભાજપને રાજ્યનો દરજ્જાે આપવો પડશે. મોદીજીએ સમગ્ર દેશમાં બેરોજગારી ફેલાવી છે. તમે અદાણીનું નામ સાંભળ્યું છે? અદાણી મોદીજીના મિત્ર, જે બધા નાના કામ કરે છે, અને મોદીજી તેમના માટે ય્જી્ લઈ આવે છે.’
જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં જાેડાઈ ગયા છે. હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (છછઁ) વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધનની વાતચીત ચાલી રહી છે. તો જમ્મુ કાશ્મીરમાં રાહુલ ગાંધીની રેલીઓ સાથે કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી પ્રચાર શરુ થઈ ગયો છે. આ સાથે ભારતીય જનતા પાર્ટી આજે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી શકે છે. પરંતુ આ દરમિયાન જમ્મુ કાશ્મીરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર જાેરદાર પ્રહારો કર્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં એક રેલીને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, “સરકાર માત્ર અદાણી અને અંબાણીને ફાયદો પહોંચાડવા માટે કામ કરી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં દેશના અન્ય ભાગો કરતાં વધુ બેરોજગારી છે. ક્યારેક મોદીજી દરિયાની નીચે ચાલ્યા જાય છે, તો ક્યારેક કોઈ રાજનેતાને ગળે લગાડે છે. પરંતુ તેઓ ક્યારેય બેરોજગારી વિશે વાત નથી કરતા. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની સરકાર સત્તામાં આવવાની છે.
અમે દરેક સરકારી ખાલી જગ્યાઓ ભરીશું અને તેની વયમર્યાદાને ૪૦ વર્ષ સુધી વધારીશું. તેમજ દૈનિક વેતન મજૂરોને કાયમી ભરતી કરીશું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, “હવે નરેન્દ્ર મોદી ભારતના લોકોથી ડરે છે અને હવે થોડો સમય બાકી રહ્યો છે, અમે નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને હટાવીશું. અમે ઈચ્છીએ છીએ કે દેશમાં ભાઈચારો રહે, દરેકને સન્માન મળે, અને એકબીજા સાથે સારી રીતે વાત થાય.” કાશ્મીરમાં કોંગ્રેસ સરકાર બનાવવા પર રાહુલ ગાંધીએ કહ્યું કે, ” કાશ્મીરમાં અમારી સરકાર બનશે અને તમારા માટે પૂરા દિલથી કામ કરવામાં આવશે. આ એક સુંદર જગ્યા છે, ચૂંટણી પછી મારે અહીં ફરી આવવું પડશે. સાંગલદાન એક ખૂબ જ સુંદર જગ્યા છે. હું અહીં ઓછામાં ઓછા ૨ થી ૩ દિવસ વિતાવીશ.