સુરત, તા.૦૪
આમ આદમી પાર્ટીના નેતા અને પાટીદાર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર ગોપાલ ઇટાલિયાના પોસ્ટથી ભારે વિવાદ સર્જાયો હતો. જેમાં તેમણે લખ્યું છે કે, તેણે ૨૦૧૫માં નોકરી છોડી દીધી હોવા છતાં સરકારે તેને પ્રમોશન આપ્યું છે, તેના બદલ તેમણે ગૃહ રાજ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા કટાક્ષ કર્યો હતો. ત્યાર બાદ અમદાવાદ શહેર પોલીસે આ અંગે સ્પષ્ટતા કરી છે કે, વાત તદ્દન પાયાવિહોણી ગણાવી હતી. જાેકે, ગોપાલ ઇટાલિયા દ્વારા આજે ૪ સપ્ટેમ્બર ૨૦૨૪ના પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે આ મામલે કેટલાક મહત્વના ખુલાસા કર્યા હતા.
ભાજપ સરકાર દ્વારા કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે. ગુજરાત અને અમદાવાદ પોલીસમાં મારૂં ઘડતર થયું છે. પોલીસના અનેક પરિવાર મારી સાથે લાગણીથી જાેડાયેલા છે અને તેમની સાથે પારિવારિક સંબંધ પણ છે. અમદાવાદ પોલીસ જે પ્રેસનોટ બહાર પડે છે તેનો ખુલાસો કરું છું. તેની અંદર જે પણ કોઈ માહિતી આપવામાં આવી છે. તે ખોટી છે અને ભ્રામક છે. પ્રવર્તતા યાદીમાંથી જ મારું નામ લેવાયું હોવાની વાત પોલીસ દ્વારા પ્રેસ નોટમાં કરવામાં આવી છે. ૧૦ વર્ષથી નોકરી છોડી દીધા બાદ પણ લિસ્ટમાં નામ આવે કેવી રીતે? ૨૦૧૨માં તેઓ પોલીસ વિભાગમાં ફરજ બજાવવા માટે હાજર થયા હતા. સીસી સર્ટિફિકેટ જે કોન્સ્ટેબલ રજૂ કર્યું નથી તેમના નામ સામેનું ખાનું ખાલી રાખવામાં આવ્યું છે. ગોપાલ ઇટાલિયા પ્રોબેશન પિરિયડમાં નોકરી કરતા હતા. કોન્સ્ટેબલ તરીકે લોકરક્ષક દળ હેઠળ કાયમી કર્મચારી તરીકે ત્યારે પણ ડ્યુટી મળી નથી. હું પ્રોબેશન પિરિયડમાં એટલે કે પાંચ વર્ષનો ફિક્સ પગાર મેળવતો હતો, પરંતુ પાંચ વર્ષ પણ મેં પૂર્ણ કર્યા નથી. મને કાયમી પગારની લિસ્ટમાં મૂકી દીધો છે.
અમદાવાદના કોન્સ્ટેબલના લિસ્ટમાં એવા કેટલાક કર્મચારીઓ છે કે, જેઓ પીએસઆઇ તેમજ અન્ય પરીક્ષા પાસ કરીને પોલીસ ખાતામાં નોકરી કરી રહ્યા છે. પોલીસ ખાતાના કેટલાક મારા મિત્રોએ જણાવ્યું છે કે, લિસ્ટમાં ઘણી બધી ભૂલો છે. જે વ્યક્તિ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નથી તેઓને પણ આ પ્રવર્તતા યાદીમાં જાેવા મળ્યા છે. તે ખૂબ જ ખોટું છે. ૨૦૧૬માં મહેસુલી ક્લાર્કની પરીક્ષા પાસ કરી હતી તેમાં પણ ફરજ બજાવતો હતો. તો શું તેમાં પણ પ્રમોશનની લિસ્ટમાં મારું નામ આવશે. આ ખૂબ જ ગંભીર બાબતે છે. કાયદા વ્યવસ્થાનું મોટું જાેખમ ઊભું થઈ શકે છે. રેકોર્ડને સમયસર અપડેટ આધુનિક રીતે કરવામાં આવે તે જરૂરી છે.
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, પોલીસ વિભાગ ખૂબ જ મહત્વનો વિભાગ છે. કારણ કે કાયદા વ્યવસ્થાની તમામ જવાબદારી એમની છે અને ત્યાં આ પ્રકારે યાદી જાહેર થાય અને એમાં આટલી બધી ભૂલો હોય તો એ બાબત માની શકાય એમ નહીં. જે રીતે તાજેતરમાં જ કેટલાક એવા શિક્ષકો હતા કે તેઓ ફરજ પર હાજર નહોતા રહેતા છતાં બધાને પગાર ચૂકવવામાં આવતા હતા. તો એવું નથી ને કે જે કર્મચારીઓ ફરજ પર છે જ નહીં તેમને પણ પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. હું માનું છું કે ગૃહ વિભાગે આ દિશામાં પણ તપાસ કરવી જાેઈએ કે ફરજ પર હાજર ન હોવા છતાં તેમને પગાર ચૂકવવામાં આવતો હોય તેવું કૌભાંડ ચાલતું હોય.