સુરત, તા.૫
વર્ષ ૨૦૨૧માં આંજણા ફાર્મ ખાતે વરાછાના એમ્બ્રોઇડરી ના વેપારીનો મોબાઈલ ઝૂંટવાના પ્રકરણમાં ભેસ્તાનના સાજીદ ઉર્ફે સાજુ કોઠારી શેખને મુખ્ય ન્યાયાધીશએ તકસીરવાર ઠેરવી સાત વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૨૦,૦૦૦ નો દંડ કર્યો હતો જ્યારે અન્ય આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂક્યો હતો. સરકારી વકીલ રાજેશ ડોબરીયાએ કરેલી દલીલો કોર્ટે ધ્યાને લીધી હતી.
આ કેસની વિગત એવી છે કે વરાછા હીરાબાગ પાસે ઇન્દિરા નગર સોસાયટીમાં રહેતા ભગવાન રતન મોરે એમ્બ્રોઇડરી મશીનનો લે વેચનો વેપાર કરે છે ગત. તારીખ ૧૦ ૬ ૨૦૨૧ ના રોજ સાંજે ભગવાન મોરે પોતાની દુકાને જઈ રહ્યા હતા ત્યારે આંજણા ફાર્મની નિશા સ્ક્રેપની દુકાન પાસે જાહેર રોડ ઉપર એક અજાણ્યો ઇસમ અચાનક દોડીને ભગવાનભાઈની બાઈક સામે આવી ગયો હતો અને અજાણ્યા ઈસમે ભગવાનભાઈના શર્ટના ખિસ્સામાંથી મોબાઈલ ફોન જુઠવી અન્ય બાઈક ચાલકની પાછળ બેસી ભાગી ગયો હતો.
આ અંગે સલામતપુરા પોલીસ સ્ટેશનમાં બંને અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચએ ભગવાનભાઈનો મોબાઈલ ઝૂંટવાના પ્રકરણમાં સંડોવાયેલા મૂળ મહારાષ્ટ્ર જલગાવના ચોપડાના અને હાલ ભેસ્તાન એસેમસી આવાસમાં રહેતા ૨૮ વર્ષીય સાજીદ ઉર્ફે સાજુ કોઠારી શબીર શેખ અને મદદગારી કરનાર સાદીક ઉર્ફે જંબુરા શકીલ શેખની ધરપકડ કરી હતી પોલીસે સાજીદ પાસેથી મોબાઇલ ફોન રિકવર કર્યો હતો. આ કેસને ઇન્સાફી કાર્યવાહી મુખ્ય ન્યાયાધીશ આર ટી વછાણી સાહેબની કોર્ટમાં ચાલી હતી.
સરકારી વકીલ રાજેશ ડોબરીયાએ દલીલો કરી હતી કે ફરિયાદી સાહેદ ભગવાનભાઈએ આરોપી નંબર એક (સાજીદ ઉર્ફે સાજુ કોઠારી)નો ફોટો જોઈને જણાવ્યું છે કે આ જ આરોપી તેમનો મોબાઈલ ઝુંટવી નાસી ગયો હતો આમ ફરિયાદીના મૌખિક પુરાવાઓ પરથી આરોપીની ઓળખ પ્રસ્થાપિત થાય છે. દસ્તાવેજી અને મૌખિક પુરાવાના આધારે આરોપી સાજીદ ઉર્ફે સાજુ કોઠારી સામેનો ગુનો પુરવાર થયો હતો. ત્યારે અન્ય આરોપી સાદિક ઉર્ફે જંબુરા સામે ફરિયાદ પક્ષ ગુનો ની શંકપણે પુરવાર કરી નહિ સકતા તેને શંકાનો લાભ આપી છોડી મૂક્યો હતો. મુખ્ય ન્યાયાધીશ એ આરોપી સાજીદ ઉર્ફે સાજુ કોઠારીને કસુરવાર ઠેરવી સાત વર્ષની સખત કેદની સજા અને રૂ. ૨૦ હજારનો દંડ કર્યો હતો.
