સુરત, તા.૦૮
સુરતમાં બનતા સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવવા અને લોકોમાં જનજાગૃતિ લાવવા શહેર પોલીસ અને સુરક્ષા સેતુ દ્વારા “સાયબર સંજીવની ૩.ર્ં “અભિયાન શરૂ કરાયું છે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી. આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રીના વરદ હસ્તે અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે હર્ષ સંઘવીએ પોલીસને ઉદ્દેશીને કહ્યું હતું કે ગણેશોત્સવમાં અડધો કલાક આમતેમ થાય તો સહયોગ કરજાે. લોકોને પણ વિનંતી છે કે, ડી જે ધીરું વગાડે, જેથી કોઈને ખલેલના પહોંચે. સુરતના વેપારીઓ ગણપતિના તહેવાર દસ દિવસ દરમિયાન દિવાળી થઈ જાય છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સાયબર ક્રાઈમને આપણે સૌ લોકો ફાઇનાન્સિયલ ક્રાઈમની નજરે જાેતા હોઈએ છે. આ માત્ર ફાયનાન્સિયલ ક્રાઈમ નથી,પરંતુ સોશિયલ ક્રાઈમ પણ છે. જેની અસર વધારે સોશિયલ રીતે પડતી હોય છે. જેના કારણે અનેક મહિલાઓ, દીકરીઓ અને પરિવારોની જીવન ધૂંધળું થાય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક ક્રાઈમ થતાં હોય છે. સાયબર ટેરેરિઝમ પણ સૌથી મોટું ક્રાઈમ છે. આ સૌથી મોટો ભાગ છે, જેના પર આપની સૌ નજર રાખવી જરૂરી છે. ફેક આઇડી પરથી આવતા કટ્ટરતાવાળા મેસેજ ફોરવર્ડ ન કરવા જાેઈએ. જેના કારણે ક્યારેય આપણે પણ સજાનો ભોગ બનવું પડે છે. માત્ર એવું નથી, સાયબર ક્રાઈમ કરનારા ગુજરાત કે વિદેશના હોય શકે, પરંતુ વિદેશી તાકાતો પણ આ બાબતે ક્રાઈમ કરતી હોય છે. બીજા લોકો આમાં ન ફસાય તે માટે લોકલ પોલીસ સ્ટેશનની પણ જવાબદારી છે. પરંતુ નાગરિકોની પણ તેટલી જ જવાબદારી છે. સાયબર ટેરેરિઝમ અને ફેક પરસેપ્શન સમજવી જરૂરી છે. જ્યારે આપણે તકલીફમાં હોય ત્યારે આપના સગાસંબંધી પણ ઉભા રહેતા નથી. જ્યાં સામાન્ય રીતે કોઈ લોન કેવી રીતે આપી શકે? સોશિયલ મીડિયાના માધ્યમથી એક રૂપિયાનો એક દિવસમાં બે રૂપિયા નહીં થઈ જાય. ગુપ્ત માહિતી કોઈ પણ કંપનીને આપવી નહી. જે માહિતી અમને મળી છે તે ચોંકાવનારી છે.
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે,શહેરી વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓનો ભોગ બનનાર લોકો વધુ છે. જે વ્યક્તિ ભણેલા છે તે વ્યક્તિ ભોગ નથી બનતા એવું નથી. સવાયા લોકો પણ ભોગ બને છે. સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ લોકો સુધી વધુ ઝડપી પહોંચી રહી છે, તે બદલ સુરત પોલીસને હું અભિનંદન પાઠવું છું. સિવિલ હોસ્પિટલનું તબીબી એક દંપતી પગાર સિવાય કંઈ કર્યું નથી, તે દંપતીએ બે કરોડથી વધુની રકમ ગુમાવી છે. ખોટી પોલીસના બદલે સાચી પોલીસ બોલાવે તો પણ ડરવાની જરૂર નથી. જે વ્યક્તિ સાચો છે અને સાચી વાત મૂકતા તેને ડર લાગે તે પણ ખોટું છે. સાયબર ક્રાઇમની કોઈ જાદુઈ છળી પોલીસ પાસે નથી. ઘટના બની અને ત્વરિત ૧૯૩૦ પર કોલ નહીં કરો અને મહિના બાદ સંપર્ક કરો તો ગયેલા રૂપિયા લાવવા લોઢાના ચણા ચાવવા બરાબર છે. લોકો જાે જાગૃત ન થાય તો પોલીસ સાયબર ક્રાઇમના ગુના ઉકેલવામાં સફળ નહીં થાય. બે-બે મહિના સુધી તમે પોલીસ પાસે નહીં આવો તો રૂપિયા કેવી રીતે મળશે. મારી સૌને અપીલ છે કે, સાયબર ક્રાઈમ અંગે ગંભીરતાપૂર્વક આપને કામ કરીશું તો સફળ થઈશું.આ પ્રકારના ફ્રોડમાં બે લાખ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ૨.૩૦ લાખ એકાઉન્ટ વેપારીઓના રીલિઝ કરવામાં આવ્યા,જે એકાઉન્ટ રીલિઝ કરાવવામાં સફળતા મળી છે. આવનારા દિવસોમાં તમામ રાજ્યોમાં આ પ્રકારે કામગીરી કરવા માહિતી આપવામાં આવી છે. સોશિયલ ક્રાઈમ પણ મોટું છે.
