(સિટી ટુડે) સુરત, તા.૦૯
ગતરોજ બનેલી ગણેશ પંડાલ પર થયેલ પથ્થરમારાની ઘટના બાદ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના કારણે સુરત શહેરના અન્ય કોઇ વિસ્તારમાં નાનીમોટી ઘટનાઓ છોડી કોઇ જાતનું મોટું સ્વરૂપ ન બને તે માટે પોલીસ કમિશનરે કરેલી કામગીરી ખરેખર વખાણવા લાયક છે. પોતે રસ્તા પર હેલ્મેટ પહેરી લોકોના ટોળાઓને છુટો પાડવા માટે કરેલી કામગીરી બાદ સૈયદપુરા પંમ્પીંગ સ્ટેશન પાસે બનેલી ઘટનાનો મામલો થાળે પડ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઇ સવાલો ઉભા ન થાય તે માટે આજરોજ સુરત લાલગેટ વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો સાથે પોલીસ કમિશનરે મીટીંગ યોજી લઘુમતી સમાજના આગેવાનોને આશ્વાસન આપ્યું હતું કે, પત્થરબાજાે કોઇપણ સમાજના હશે તે લોકોને છોડવામાં નહિં આવે, કોઇપણ પક્ષપાત વગર પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે ખોટી અફવાઓમાં આવશો નહિં, પોલીસ ફક્ત ગુન્હેગારોને કાયદોનો પાઠ ભણાવશે.આ મીટીંગ દરમિયાન માજી મેયર કદીર પીરઝાદા, ભાજપ લઘુમતી મોરચાના મોહસીન મીરઝા, ઇમરાન મેમણ, ઐયુબ પટેલ, અસદ કલ્યાણી સહિતના સુરત લઘુમતી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
૦૦૦
બધા ભાઈચારાથી રહે છે છતાં આવું કેમ થયું?
ઝડપાયેલા લોકોમાં નાનાં બાળકો છે તેમની કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ લોકો પાછળ કોઈ દોરીસંચાર છે કે નહીં તેની તપાસ ચાલુ છે. તમામની પૂછપરછ ચાલુ છે. ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનાર લોકો જ્યાં પંડાલ હતો ત્યાંથી એક કિલોમીટર દૂરથી આવ્યા હતા. તો શું કામ એક કિલોમીટર દૂરથી અહીં આવવું પડ્યું તે પણ એક તપાસનો વિષય છે. જેનો દોરીસંચાર હશે તેને પણ છોડવામાં નહીં જ આવે. કુલ અલગ અલગ ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે. જે ૬ કિશોરો છે તે બનાવ સ્થળથી એક કિલોમીટર દૂર રહે છે તો અહીં શું કામ આવ્યાં તેના પર તપાસ ફોકસ કરવામાં આવી છે. આ પંડાલ એકદમ મુસ્લિમ વિસ્તારમાં છે, પરંતુ સૌ કોઈ ભાઈચારાની ભાવનાથી રહે છે છતાં પણ આવું કેમ થયું તે પણ તપાસનો વિષય છે.

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}