(સિટી ટુડે) સુરત, તા.10
સોશિયલ મીડિયા મારફતે સાયબર ક્રાઈમના કેસમાં વધારો થઈ જવા પામ્યો છે. ત્યારે જાણીતા ચહેરાઓના ફેક સોશિયલ મીડિયા આઈડી પણ બનવાના અને કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. હવે સુરતના પોલીસ કમિશનર સાથે બની છે. તેમના નામનું ફેસબુકમાં એક એકાઉન્ટ બન્યું હોય, સુરત સિટી પોલીસ દ્વારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને આ FBના ACCOUNT દ્વારા આવતા કોઈપણ મેસેજને અનુસરશો નહીં અને કોઇપણ પ્રકારનો નાણાંકીય વ્યવહાર કરશો નહીંની અપીલ અપીલ કરી છે.