સુરત, તા.૧૩
આગામી તા.૧૬/૦૯/૨૦૨૪ ના રોજ મુસ્લીમ સંપ્રદાયનો ધાર્મિક તહેવાર ‘ઇદ-એ-મિલાદ” ઉજવવામાં આવશે.
જે નિમિતે સુરત શહેરમાં થનારી ઉજવણી દરમિયાન કોમી-એક્તા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તેમજ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે કેટલાક સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત દ્વારા કેટલાક પ્રતિબંધો મુકાયા છે. જે અનુસાર “ઇદ-એ-મિલાદ”ના ઝુલુસમાં વાહન તરીકે ભારે વાહનો ટ્રક, જેવા વાહનોનો ઉપયોગ કરવા પર, ઝુલુસમાં કોઇ ધર્મની લાગણી દુભાય તેવા સુત્રોચ્ચારો, ભાષણો, પોસ્ટરો કે અસભ્ય ગીતો ગાવા કે વગાડવા પર, પાણી વહેંચવા માટે પાઉચનો ઉપયોગ કરવા પર, વગર પરવાનગીએ ઇંદ-એ-મિલાદ”નુ ઝુલુસ કાઢવા પર તેમજ “ઇદ-એ-મિલા નુ ઝુલુસ પોતાના પો.સ્ટે. વિસ્તારમાં મંજુર થયેલ રૂટ સિવાયના વિસ્તારમાં કાઢવા પર પ્રતિબંધ મુકાયો છે. આ જાહેરનામાનો અમલ તા.૧૫/૦૯/૨૦૨૪થી તા.૧૭/૦૯/૨૦૨૪ સુધી કરવાનો રહેશે અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.