સરપંચ દ્વારા નોટીસ આપ્યા બાદ પણ ભંગારીયાઓ દ્વારા ગેરકાયદેસર કબજાે યથાવત રખાયો
(સિટી ટુડે) સુરત,તા.૧૩
બારડોલી જિલ્લા ઇસરોલી ગામના પટેલ ફળીયામાં કેટલાક ભંગારીયાઓ દ્વારા રેસીડેન્ટ ઝોનમાં ગેરકાયદેસર રીતે ભંગારના ગોડાઉનો
ઉભા કરી બિલ વગરના ભંગારોની ખરીદી વેચાણ કરતા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.
ભંગારીયાઓ દ્વારા પ્લાસ્ટીકનો જથ્થાઓને જલાવવામાં આવતા ગામવાસીઓના શ્વાસ સાથે ચેડા થતી હોવા છતાં સરપંચ અને ટલાટી દ્વારા માત્ર નોટીસ આપી હાથ અધ્ધર કરાઇ રહ્યા હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.
ગામવાસીઓ દ્વારા મળતી માહિતી મુજબ, ટલાટી અને સરપંચની ભૂમિકા સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. બેફામ બનેલા ભંગારીયાઓ રેસીડેન્ટ ઝોનમાં ગેરકાયદેસર રીતે ભંગારના ગોડાઉનો ઉભા કરી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરતા હોવાની પણ ફરીયાદ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં ગામવાસીઓ કલેકટરને ફરીયાદ કરવાની તજવીજ હાથ ધરી રહ્યા છે.