આરોપી શેખ ઇમામુલ ઇસ્માલ ઓસ્તાકની પત્નિ દ્વારા કરાયેલી ફરીયાદમાં લાજપોર જેલના જેલર પર ગંભીર આરોપો કરાયા
(સિટી ટુડે) સુરત,તા.૧૫
સુરત શહેરમાં કોમી એકતાને લાંછન લગાવતી વરીયાવી બજાર ગણેશ પંડાલ પર નાના બાળકો દ્વારા પત્થર ફેંકવાની ઘટના બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડ બાદ કેટલાક નિર્દોષોને પોલીસે આરોપી બનાવી દેવાની અનેક ફરીયાદો કરવામાં આવેલ છે. જેમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડ બાદ કોર્ટમાં રજુ કરાતા કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા હતા. રિમાન્ડ પુર્ણ થતાં તમામ આરોપીઓને લાજપોર જેલના હવાલે કરવાનો હુકમ કરાતા તમામ આરોપીઓને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં આરોપી નં.૧૨ શેખ ઇમામુલ ઇસ્માલ ઓસ્તાકની પત્નિ (મુનવરા ખાતુન મો.રફીક) દ્વારા કરવામાં આવેલી ફરીયાદ મુજબ, શેખ ઇમામુલ ઇસ્માલ ઓસ્તાકને લાજપોર જેવી હાઇટેક જેલમાં જેલર દ્વારા મારમારી જયશ્રી રામના નારા બોલાવી, ચપ્પલ મારવા તથા નગÀ કરી પરેડ કરાવ્યા હોવાની લેખીતમાં ફરીયાદ કરવામાં આવી જેથી આ મામલે લાજપોર જેલ સામે અનેક સવાલો ઉભા થયા છે.
આરોપીની પત્નિએ આ મામલે દેશની સર્વોચ્ય અદાલત સુપ્રિમ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટ, ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી,ગુજરાત રાજ્ય ગૃહમંત્રાલય અને સુરત શહેર પોલીસ કમિશનરને લેખીતમાં ફરીયાદ કરી તત્કાલમાં તપાસ કરવા માંગ કરી છે.