સુરત,તા.૧૬
પયગંબર સાહેબના જન્મદિવસને ધ્યાનમાં રાખીને આજે રાજ્યભરમાં ઝુલુસ કાઢવામાં આવ્યા હતા ત્યારે શહેરના કોટ વિસ્તારમાં તેમજ લિંબાયત, ઉન ભેસ્તાન વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં જુલુસમાં મુસ્લિમ બિરાદરો જાેડાયા હતા અને શાંતિપૂર્ણ માહોલની અંદર ઝુલુસ નીકળ્યા હતા. બપોરથી શરૂ થઈને સાંજે છ વાગ્યા સુધીમાં તમામ ઝુલુસ પૂર્ણ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ સૈયદપુરા વિસ્તારની અંદર ગણપતિ પંડાલળમાં પથ્થર મારવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ શહેરનું વાતાવરણ તંગ થઈ ગયું હતું અને કેટલાક છમક્લાઓ પણ થયા હતા.
દર વખતે સુરતના ઇતિહાસમાં હજારોની સંખ્યામાં ભાગલ રાજમાર્ગ ઉપર ઝુલુસ કાઢવામાં આવતું હતું અને તેમાં હજારોની સંખ્યામાં લોકો જાેડાતા હતા પરંતુ, આ વખતે વાતાવરણમાં તંગદિલી હોવાને કારણે કાયદા વ્યવસ્થા જળવાય તેના માટે કમિટીઓ દ્વારા રાજમાર્ગો પર ઝુલુસ કાઢવાની પરમિશન લેવાની બદલે પોતપોતાના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ઝુલુસ કાઢવાની મંજૂરી લીધી હતી. આ વખતે પોતપોતાના વિસ્તારમાં ઝુલુસ કાઢીને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કર્યું હતું.