સુરત પોલીસે ગણેશ પંડાલની બહાર બાળકો સામે અશ્લીલ ડાન્સ કરનાર લોકોની શોધખોળ શરૂ
સુરત,તા.૧૬
શહેરમાં ગણેશ મંડપની બહાર અને બાળકોની સામે બીભત્સ ભોજપુરી ગીતો પર ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં સુરત પોલીસ આ તમામ લોકોને શોધી રહી છે. શહેર પોલીસે કમિશનર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, કોઈપણ આવા ગીતો વગાડે નહીં જેથી કોઈની ધાર્મિક લાગણી દુભાય અને આ જાહેરનામા ભંગ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ વાત કરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ સુરત શહેરમાં એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં ગણેશ પંડાલની બહાર ભોજપુરી બીભત્સ ગીતો વગાડવામાં આવી રહ્યા છે અને ત્યાં નાના બાળકો પણ ઉભા છે અને આ વચ્ચે અશ્લીલ ડાન્સ પણ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, હાલ આ વીડિયો ક્યાંનો છે તે અંગે અમારા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કોઈની ધાર્મિક લાગણી દુભાવે આકૃત્ય ન કરવું જાેઈએ. ગણેશ પંડાલમાં ભક્તિ ભાવનો માહોલ હોવો જાેઈએ. આયોજક કોણ છે અને તે વખતે કોણ હાજર હતા તે અંગેની તપાસ કરવામાં આવશે. હાલ દેશભરમાં ગણેશ ઉત્સવને લઈ ભક્તિમય માહોલ છે. ત્યારે ગણેશ પંડાલની બહાર એવું કૃત્ય કેટલો યોગ્ય છે?
ગણેશ પંડાલ પર ભોજપુરી ગીતો વગાડવાનું કેટલું યોગ્ય ગણાય? હવે જાેવાનું રહ્યું કે ગણેશ ઉત્સવના પવિત્ર પર્વ પર આવો માહોલ બનાવનાર લોકો પર પોલીસ શું કાર્યવાહી કરે છે.
