સૈયદપુરા ગણેશપંડાલવાળી ઘટનાને લઇ લાજપોર જેલમાં આરોપીઓ સાથે થયેલ ગેરવર્તન બાબતે ફરીયાદ કરવામાં આવી
(સિટીટુડે) સુરત,તા.૨૦
સુરત લાલગેટ પોલીસ સ્ટેશન એ -પાર્ટ ૧૧૨૧૦૦૬૧૨૪૦૪૪૭ / ૨૦૨૪ મ્દ્ગજી ૧૦૯ ૧૧૫ વિગેરેના ગુંહાનકામમાં અટક કરી કોર્ટમાં રજૂ કરેલ અને કોર્ટે તારીખ ૧૨/૯/૨૦૨૪ ના રોજ સુરત જિલ્લા મધ્યસ્થ જેલ લાજપોર મુકામે મોકલેલ છે. જેમાં એક આરોપી શેખ ઈમામુલ ઈસ્માઈલ ઓસ્તાકની પત્ની મુનવરા ખાતૂન દ્વારા ગુજરાતનાં માનનીય મુખ્યમંત્રીને પત્ર લખી ને લાજપોર જેલના જેલર દ્વારા માર મારીને જાય શ્રી રામ બોલાવી ચંપલ મારવા મજબૂર કર્યાના આરોપ લગાવ્યા છે. પત્રમાં ઉલ્લેખ છે કે આ કેસ ના અન્ય આરોપીઓના કપડાં નિકાળી લઈ ને નગ્ન અવસ્થા માં પરેડ કરાવેલી અને અન્ય અત્યાચાર પણ થયી રહ્યું છે.
બીજા આરોપી ફિરોજ મુખતારશાહના ભાઈ જ્યારે જેલ મુલાકાત લેવા માટે સુરત જિલ્લા મધ્યસ્થ જેલ લાજપુર સુરત મુકામે ગયેલો ત્યાં આરોપી ફિરોજ મુખતારશાહ ભાઈને કહ્યું કે મારી સાથે જેલ માં પોલીસ અને પાકા કામ ના કેદી ઓએ જેલમાં અમાનુશી અત્યાચાર કરેલ અને જેલમાં પાકા કામના ૬ કેદીઓએ મારા ભાઈ ઉપર ગરમ ચા કપ વડે ફેંકેલ અને જય શ્રી રામના નારાઓ લગાવડાવેલ. ત્યારબાદ ત્યાં હાજર પોલીસે મારા ભાઈ તથા તેની સાથેના ૨૩ આરોપીઓને ૧૦૦ કરતાં વધારે ઉઠક બેઠક કરાવેલ અને વાળ પકડીને મારેલ ગાળો આપેલ અને ગમે તેમ બોલી અમાનુસી અત્યાચાર કરેલ.