(સિટી ટુડે) સુરત,તા.૨1
વરીયાળી બજાર મેઇન રોડ ગણેશ પંડાલ પર નાના બાળકોએ પથ્થર ફેંકલ તેમાંસૈયદપુરા પોલીસ ચોકીના ઘેરાવ બાબતેની ફરિયાદ લાલગેટ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ. જેમાં 27 મુસ્લિમ અને એક હિન્દુ મનોજ વિઠ્ઠલભાઈ અસ્ટેકર ની ધરપકડ થયેલ. જેમાં પાંચ આરોપી એ પોલીસે માર માર્યા અંગેની ફરિયાદ ૧૦/૯/૨૦૨૪ ના રોજ કોર્ટમાં કરેલી. અને કોર્ટે તે ફરિયાદ લઈ ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ જજસાહેબ ને મોકલી આપેલ અને તેમણે નવમાં એડિશનલ સિવિલ જજ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ આસીમાં ગર્ગ જજ સાહેબમાં મોકલેલ.જે કોર્ટ માં આજરોજ અલ્તાફ સુલેમાન ચૌહાણ ઉંમર વર્ષ 25 ધંધો નોકરી રહેવાસી બોમ્બે વાલા બિલ્ડીંગની ગલીમાં હોળી બંગલા સુરત ને કોર્ટમાં ક્રિમિનલ ઇન્કવાયરી ના કામે બોલાવેલ. જેમાં કોર્ટે ઇન કેમેરા( બંધ બારણે)અલ્તાફ ચૌહાણની ફરિયાદ સોગંદ ઉપર લીધેલ. અલ્તાફે કોર્ટ ને જણાવેલ કે “8/ 9 /2024 ના રોજ પોલીસવાળાઓ હેલ્મેટ પહેરીને મને મારા ઘર પાસે મોહલ્લા માંથી ઉપાડી લીધેલ અને દંડા મારતા મારતા સૈયદપુરા પંપીંગ સ્ટેશન પોલીસ ચોકીમાં લઈ જઈ બે કલાક બેસાડેલ અને ત્યારબાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયેલ અને પોલીસ સ્ટેશનના પગથિયા ઉપર બેસાડી પગના તળિયામાં ડંડાઓ વડે માર મારેલ અને ત્યારબાદ એક રૂમમાં 27 જણા ના પૂરી દીધેલ.તે પ્રમાણેની ફરિયાદ કોર્ટમાં કરેલ આ કાર્યવાહી દરમિયાન વકીલ જાવેદ મુલતાની તથા જુનેદ મનસુરી આરોપી તરફે હાજર રહેલા.*
લાજપોર જેલમાં આરોપીઓ ઉપર કરવામાં આવેલા જુલમ બાદ કોર્ટે ગંભીરતાથી લઇ ઇન કેમેરા નિવેદન લીધા
(સિટી ટુડે) સુરત,તા.૨૦
વરીયાળી બજાર મેઇન રોડ ગણેશપંડાલ ઉપર નાના બાળકોએ કરેલ પથરાવ બાબતે સૈયદપુરા પંપીંગ સ્ટેશન પોલીસ ચોકી ઉપર ૨૦૦ થી ૩૦૦ માણસો એ ઘેરાવ નાખેલો તે વખતે પોલીસ સાથે ટોળાએ પથ્થરબાજી કરેલ વાહનોને નુકસાન કરેલ જે અનુસંધાને લાલગેટ પોલીસ સ્ટેશનને કુલ્લે ૨૮ આરોપીઓની ધરપકડ કરેલ જેમાં એક નિર્દોશ હોય નોટિસ આપી છોડી મૂકવામાં આવેલ. ૨૪ આરોપી એ પ્રિન્સિપલ સેશન જજ સાહેબ માં જામીન અરજી કરેલ જે જામીન અરજી ૧૪માં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એમ કે મોઢ સાહેબની કોર્ટમાં આજરોજ કુલ્લે ૧૩ જામીન અરજીઓમાં ૨૪ આરોપીઓએ જામીન અરજી કરેલ.જાવેદ એ મુલતાની,જફર બેલાવાલા, હસમુખ લાલવાલા વિગેરે વકીલો એ સુનાવણી કરેલ અને ત્યારબાદ સરકારી વકીલની સુનાવણી કરવાનો વારો આવતા તેઓએ આરોપીઓના વકીલોએ રજૂ કરેલ દસ્તાવેજી કાગડો સીડી, પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ, ફોટોગ્રાફ વિગેરીની ઝીણવટ પૂર્વકની તપાસ કરી ખરાઈ કરી અભ્યાસ કરવાનો હોય બે દિવસની મુદત માંગેલ. કોર્ટ જણાવેલ કે અગાઉ તમને બે દિવસ મુદતના મળી ચૂક્યા છે જેથી હવે કોઈ મુદ્દત મળશે નહીં આવતીકાલે ૨૧/૯/૨૦૨૪ ના રોજ બપોરે ૩ઃ૦૦ વાગે સુનાવણી કરવી પડશે તેમ કહી મુદ્દત આપેલ.
આજ કેસમાં ફિરોજ મુખતાર શાહ ને ૧૨/૯/૨૦૨૪ ના રોજ સુરત મધ્યસ્થ જેલમાં કોર્ટે મોકલી આપેલ ત્યારબાદ ફિરોઝને જેલમાં વાળ પકડીને માર મારી જય શ્રી રામના નારા બોલાવડાવેલ અને ગરમ ગરમ ચા શરીર ઉપર ફેંકેલ તેવા છ પાકા ગામના કેદીઓ તથા જેલના કર્મચારીઓએ લાકડાના ડંડા વડે તથા ગઢડા પટુ વડે માર મારેલ ગાળો બોલેલ તે પ્રમાણેની ફરિયાદ તેણે તેના નાના ભાઈ ફાજલુરહેમાન ને તારીખ ૧૮/૯/ ૨૦૨૪ ના રોજ જેલ મુલાકાત દરમિયાન કરેલ. જેથી ફિરોજના વકીલ જાવેદ મુલતાનીએ તરત જ પોલીસ કમિશનર સુરત, ડીઆઇજી ગુજરાત રાજ્ય, મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય, ગૃહમંત્રી ગુજરાત રાજ્ય, નેશનલ હ્યુમનરાઈટ કમિશન ન્યૂ દિલ્હી વિગેરેને ઈ-મેલ દ્વારા ફરિયાદ મોકલાવેલ અને ૨૦/ ૯ /૨૦૨૪ ના રોજ પોલીસ કમિશનરને ફઝલુ રહેમાન અને તેમનું પરિવાર રૂબરૂ મળી ફરિયાદ આપવા ગયેલ તો ના પાડી દેતા ૧૪માં એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ સાહેબ પ્રખર ગૌતમ સાહેબની કોર્ટમાં અરજી/ફરિયાદ દાખલ કરેલ અને કોર્ટે સુપ્રિટેન્ડટ સુરત જિલ્લા મધ્યસ્થ જેલ, પાકા કામના ૬ કેદીઓ તથા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સારું ફિરોજને કોર્ટમાં બોલાવવાની જરૂર હોય જેથી સુરત જિલ્લા મધ્યસ્થ જેલ ને નોટિસ કરી હુકમ કરેલ કે ફિરોઝને જેલમાંથી ન્યુ સિવિલ હોસ્પિટલ સારવાર કરાવડાડાવી બાદ કોર્ટમાં રજૂ કરવો. ફિરોજને આજરોજ કોર્ટમાં રજૂ કરતા ફિરોઝને ઇન કેમેરા બંધ બારણે જજ સાહેબે તેની ફરિયાદ લીધેલ.
ફિરોજે કોર્ટને જણાવેલ કે જેલમાં અમોને શરીર તપાસ દરમિયાન મધ્યસ્થ જેલના પોલીસવાળાઓએ વાળ પકડી ૧૦૦ થી વધારે ઉઠક બેઠક કરાવેલ અને તે દરમિયાન હું નીચે પડી જતા મને પ્લાસ્ટિકના દંડા વડે જાંગના પાછળના ભાગે માર માર ત્યારબાદ મને આફ્ટર નામના જેલ બેરેકમાં મૂકી દીધેલ અને એક રાત પછી મને”હાઈ” નામના જેલ બેરકમાં મૂકી દીધેલ. હાયમાં મને મૂકી દીધા બાદ ત્યાં હાજર પાંચ કેદીઓએ મને જેલની બારીમાંથી વાલ પકડીને લોખંડના સળિયા સાથે મારું માથું હફાડેલ અને મને માર મારેલ. ગાળો આપેલ જેની ફરિયાદ મેં જેલરને કરેલ તો તેમણે જણાવેલ કે કાયદેસર કારવાઈ થશે. પછી બીજા કેદીઓએ મારા ઉપર કપ દ્વારા ગરમ ગરમ ચા ફેંકેલી અને મારી પાસે જય શ્રી રામના નારા લગાવડાવેલ. જેથી મેં ફરીથી જેલરને ફરિયાદ કરેલ અને પાંચ કેદીઓએ મને અત્યાચાર કરેલ જેની ફરિયાદ મેં જેલરને કરેલ છે.ત્યારબાદ જજ સાહેબે આરોપીનું ઇન કેમેરા (બંધ બારણે નિવેદન લઈ તેની ફરિયાદ લઈ તે ફરિયાદને જ્યુડિશિયલ ઇન્કવાયરી નામ આપી સીલ બંધ કવરમાં તેને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેસન જજ સાહેબને મોકલી આપેલ અને તેઓ તેના ઉપર હુકમ કરી કઈ કોર્ટમાં આ જુડીશિયલ ઇન્કવાયરી બેસાડશે જેની ભવિષ્યમાં જાણ થશે અને કોર્ટે આરોપીને ફરી પાછા નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલેલ અને ત્યારબાદ સુરત જિલ્લા મધ્યસ્થ જેલમાં મોકલી આપેલ. ફિરોજના વકીલ જાવેદ મુલતાની આ કાર્યવાહી દરમિયાન હાજર રહેલ.