સૈયદપુરા પંપીંગ સ્ટેશન પત્થરમારના કેસમાં સરકારી વકીલ વસોયાના પિતાના અવસાન નિમિત્તે દશામાની વિધિ હોવાથી મુદ્દત અરજી આપેલ કોર્ટે ૨૨- ૯-૨૦૨૪ ના રોજ સુનાવણી રાખેલ છે.
(સિટી ટુડે) સુરત,તા.૨૨
વરીયાળી બજાર મેઇન રોડ ગણેશ પંડાલ પર નાના બાળકોએ પથ્થર ફેંકલ તેમાંસૈયદપુરા પોલીસ ચોકીના ઘેરાવ બાબતેની ફરિયાદ લાલગેટ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ. જેમાં ૨૭ મુસ્લિમ અને એક હિન્દુ મનોજ વિઠ્ઠલભાઈ અસ્ટેકર ની ધરપકડ થયેલ. જેમાં પાંચ આરોપી એ પોલીસે માર માર્યા અંગેની ફરિયાદ ૧૦/૯/૨૦૨૪ ના રોજ કોર્ટમાં કરેલી. અને કોર્ટે તે ફરિયાદ લઈ ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ જજસાહેબ ને મોકલી આપેલ અને તેમણે નવમાં એડિશનલ સિવિલ જજ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ આસીમાં ગર્ગ જજ સાહેબમાં મોકલેલ.જે કોર્ટ માં આજરોજ અલ્તાફ સુલેમાન ચૌહાણ ઉંમર વર્ષ ૨૫ ધંધો નોકરી રહેવાસી બોમ્બે વાલા બિલ્ડીંગની ગલીમાં હોળી બંગલા સુરત ને કોર્ટમાં ક્રિમિનલ ઇન્કવાયરી ના કામે બોલાવેલ. જેમાં કોર્ટે ઇન કેમેરા( બંધ બારણે)અલ્તાફ ચૌહાણની ફરિયાદ સોગંદ ઉપર લીધેલ. અલ્તાફે કોર્ટ ને જણાવેલ કે “૮/ ૯ /૨૦૨૪ ના રોજ પોલીસવાળાઓ હેલ્મેટ પહેરીને મને મારા ઘર પાસે મોહલ્લામાંથી ઉપાડી લીધેલ અને દંડા મારતા મારતા સૈયદપુરા પંપીંગ સ્ટેશન પોલીસ ચોકીમાં લઈ જઈ બે કલાક બેસાડેલ અને ત્યારબાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયેલ અને પોલીસ સ્ટેશનના પગથિયા ઉપર બેસાડી પગના તળિયામાં ડંડાઓ વડે માર મારેલ અને ત્યારબાદ એક રૂમમાં ૨૭ જણા ના પૂરી દીધેલ. તે પ્રમાણેની ફરિયાદ કોર્ટમાં કરેલ આ કાર્યવાહી દરમિયાન વકીલ જાવેદ મુલતાની તથા જુનેદ મનસુરી આરોપી તરફે હાજર રહેલા.