(સિટી ટુડે) સુરત,તા.૨૩
વરીયાળી બજાર મેઇન રોડ ગણેશપંડાલ ઉપર ગણપતિ શ્રી ને પથ્થર મારવાના નાના બાળકોવાળા બનાવમાં આજરોજ સૈયદપુરા પંપીંગ સ્ટેશન પોલીસ ચોકીના પથરાવો બાબતેની આરોપીઓની જામીન અરજીમાં સરકાર તરફે તપાસ કરનાર અમલદાર તથા સરકારી વકીલ વસોયાએ દલીલો કરેલ અને તપાસ કરનાર અમલદારે એફિડેવિટની હકીકતો જણાવેલ, બનાવની હકીકતો જણાવેલ અને આરોપીઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવે તેવો વાંધો રજુ કરેલ.
પાંચ આરોપીઓ તરફે એડવોકેટ જાવેદ મુલતાનીએ સરકારી વકીલ તથા ઇન્વેસ્ટિગેશન ઓફિસર પોલીસ ના વાંધા અને દલીલોની સામે રીપ્લાયમાં જણાવેલ કે લાલગેટ પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર” ૪૪૬,૪૪૭,૪૪૮ / ૨૦૨૪ ની એફઆઇઆર ની હકીકતો તદ્દન વિરોધાભાસ છે ૪૪૬ માં જે નાના બાળકો એ ગણેશ પંડાલ ઉપર પથ્થર મારેલ જે સદંતર ખોટી વાત છે નાના બાળકો રિક્ષામાં હતા અને તેઓ અંદર અંદર એકબીજા મજાક મસ્તી લડાઈ ઝઘડો કરતા હતા એકબીજાને નાની-નાની કાંકરીઓ મારતા હતા તેમાંની એક કાંકરી ગણેશ પંડાલ માં જે ડમરુ/ઢોલકું હતું તેના ઉપર વાગી ગયેલ. અને ત્યારબાદ તેઓને સૈયદપુરા પંપિંગ સ્ટેશન પોલીસ ચોકી ઉપર લઈ ગયેલ જ્યાં રાજકીય પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ હાજર થયેલ. અને તે સમયે પોલીસ ઉપર જે લોકોએ પથ્થર મારેલ તેમાંથી આ કામના કોઈ આરોપી નથી. પોલીસે જે સીસીટીવી કુટેજ રજૂ કર્યા છે તેમાં પણ આ કામના એક પણ આરોપી નથી. એફિડેવીટ માં જણાવ્યા મુજબ નજરે જાેનાર સાહેદો છે તે સદંતર ખોટી વાત છે નજરે જાેનાર સાહેદો નથી પરંતુ જેઓના વાહનોની તોડફોડ કરવામાં આવેલ તેઓના નિવેદનો લેવામાં આવેલ છે તે સાહેદો છે જેથી નજરે જાેનાર સાહેબોએ ઓળખી બતાવ્યા છે તે વાત તદ્દન ખોટી છે.
નાના બાળકોએ કોઈ બદનાશયથી ગણપતિને પથ્થર માર્યો હોય અને ભવિષ્યમાં મોટુ તોફાન કરાવવાનું હોય કે ભવિષ્યમાં નવરાત્રી દરમિયાન કોઈ તોફાન થાય તેવું આશય હોય તો તે વાત તદ્દન ખોટી છે નાના બાળકોએ બાલ રમતમાં રમતીયાળમાં અંદરો અંદરની લડાઈમાં એક પથ્થર અજાણતામાં ગણેશપંડાલ ઉપર ચાલી ગયેલ જેથી આ બનાવ બનેલ કોઈ બદ ઈરાદો કે બદ આશય ના હતો.
હાલમાં જે કોઈ પણ સાહેદો ના નિવેદનો લીધા હોય, પંચનામું કર્યું હોય કે અન્ય પોલીસ પેપરો,સ્ટેશન ડાયરી નામદાર કોર્ટના રેકોર્ડ પર છે જેથી હાલમાં કોઈપણ પુરાવા ઉપર આધાર રાખી શકાય નહીં. પરંતુ શા માટે આરોપીને જામીન ઉપર છોડવા જઈએ? તેવા મુદ્દા ઉપર ખાસ ધ્યાન રાખવું જાેઈએ.
આરોપીઓને જામીન નો લાભ એટલા માટે મળવો જાેઈએ કે આરોપી ની ગુનાવાડા સ્થળ ઉપરથી ધરપકડ થયેલ નથી. ઘરમાંથી કે મોહલ્લામાંથી ધરપકડ થયેલ છે.દરવાજા તોડી તાળા તોડી ઘરમાંથી ઊંચકી લઈ જઈ ખોટો કેસ કરેલ છે. પોલીસે જે આરોપીઓને માર મારેલ છે તે અલ્તાફ તથા ફિરોજે કોર્ટ સમક્ષ પોલીસ વિરુદ્ધમાં ફરિયાદ કરેલ છે. પોલીસ વિરોધમાં જુદી જુદી બે અલગ અલગ ફોટોમાં જ્યુડિશિયલ ઇન્કવાયરી ચાલી રહી છે. જેથી આરોપીઓ નિર્દોષ છે તેનો પ્રથમ દર્શનીય પુરાવો છે અને પ્રથમ દર્શનીય કોઈ કેસ બનતો નથી તેવું એફઆઇઆર ઉપરથી ફલિત થાય છે જેથી આરોપીઓને પોલીસે ખોટી રીતે ધરપકડ કરેલ છે તે જણાય આવે છે. આરોપી સુરત શહેરના કાયમી રહેવાસી છે,નાસી ભાગી જાય તેવા ઈસમ નથી, ટ્રાયલ ચાલે તો કોર્ટ સમક્ષ હાજર રહેશે, સાહેદ ને કે ફરિયાદીને ધાક ધમકી આપે તેવા વ્યક્તિ નથી,ઘર પરિવાર વાળા ઈસમ છે,જેથી તેઓને જામીન નો લાભ આપવામાં આવે છે.જામીન મુકત કરવામાં આવે. એ પ્રમાણેની વળતી દલીલ એડવોકેટ જાવેદ મુલતાની એ પાંચ આરોપીઓ તરફે કરેલ.ખુલ્લે ૨૭ આરોપી ની ૧૭ જામીન અરજીઓ થયેલ છે. આર કે મોઢ જજ સાહેબે આગમી જામીન મુક્તિ ના હુકમ માટે ૨૭/૯/૨૦૨૪ આપેલ છે.
