ભીડ એકત્રીત કરવા સફાઇ કામદારોને બસમાં લઇ ગયા
સન્માન સ્વરૂપે મહિલા અને પુરુષો બંનેને ભેટરૂપે સાડી અપાતાં હાસ્યપદ માહોલ ઉભો થયો
૧૫૯-સુરત પૂર્વ વિધાનસભાના પ્રમુખ મોઇન મેમણ દ્વારા મનપા કમિશનરને પત્ર લખી રજૂઆત કરાઇ
(સિટી ટુડે) સુરત,તા.૨૩
તારીખ ૨૨/૦૯/૨૦૨૪ ના રોજ સુરત મહાનગરપાલિકામાં આવેલ તમામ સંકલિત વોર્ડ ઓફિસોમાં કરાવવામાં આવતી સફાઈ તથા અન્ય કામગીરી બંધ રખાવી, વોર્ડ ઓફિસોને તાળું મારી સફાઈ કામદારોને ચાલુ નોકરીએ કોઈ એક રાજકીય પાર્ટી દ્વારા યોજાયેલા સન્માન કાર્યક્રમમાં લઈ જવાયા હતા એ બાબતે કેટલાક પ્રશ્નો ઉભા થાય છે, ‘‘ સફાઈ કામદારોને તેમણે કરેલી કામગીરીનું સન્માન આપવાનું હોય તો સફાઈ કામદારોને સન્માન આપવા તેમના યુનિફોર્મમાં કેમ ન બોલાવાયા ?, સફાઈ કામદારોનો સન્માન કાર્યક્રમ હોય તો સફાઈ કામદારોને જાહેર રજા કેમ ન અપાઈ?, સફાઈ કામદારોને નોકરી પર બોલાવી નોકરીના સમયમાં કાર્યક્રમમાં કોના આદેશથી લઈ જવાય?, સન્માનનો કાર્યક્રમ કઈ રાજકીય પાર્ટી દ્વારા યોજાયેલો અને કાર્યક્રમના સ્થળ સુધી સફાઈ કામદારોને કેવી રીતે લઈ જવાય તે અંગેની તમામ વ્યવસ્થા તથા ખર્ચ કોણે કર્યો?, આગામી સમયમાં અન્ય કોઈપણ રાજકીય પાર્ટી સફાઈ કામદારોનો સન્માન કાર્યક્રમ રાખશે, તો શું તે સન્માન કાર્યક્રમ સુરત મનપાના જવાબદાર અધિકારીઓ આ જ પ્રમાણે વ્યવસ્થા કરી, સુરત મહાનગરપાલિકાની તારીખ ઃ ૨૨/૦૯/૨૦૨૪ ના દીને સફાઈની કામગીરી કયા અધિકારીના આદેશથી બંધ રખાઈ?, સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારો સબ સેનેટરી ઇન્સ્પેકટર,સેનેટરી ઇન્સ્પેકટર, ચીફ સેનેટરી ઇન્સ્પેકટર બપોરે અઢી વાગ્યા પછી સન્માનનાં કાર્યક્રમમાં પહોંચ્યા હતા, તે સમયે ઝોનના નાયબ આરોગ્ય અધિકારીઓ શું કામગીરી કરી હતી? ’’
૧૫૯-સુરત પૂર્વ વિધાનસભાના પ્રમુખ મોઇન મેમણ દ્વારા પત્રમાં જણાવ્યું હતું કે ઉપરોક્ત સવાલોના જવાબો મનપા કમિશનર દિન ૧૫માં આપી દેશો એવી આશા રાખું છું, જાે દિન-૧૫ માં આપનો પ્રત્યુત્તર નહીં મળે તો આગળની કાર્યવાહી કરવા દેવા આપ સંમત છે એવું માની હું આગળની કાર્યવાહી કરીશું.