(સિટી ટુડે) અમદાવાદ,તા.૨૫
ભાજપમાં ભ્રષ્ટાચાર ફૂલી ફાલી રહ્યો છે. ભાજપના નેતાઓ પર અવાર નવાર ભ્રષ્ટાચારના આરોપો લાગતા હોય છે. ઘણી વખત નેતાઓ અધિકારીઓની પોલ ખોલતા હોય છે અને તેમના પર આરોપ લગાવતા હોય છે
અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે. ત્યારે હવે ભાજપના નેતા રોયલ્ટી ચોરી માટે અધિકારી પર વોચ રાખતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે બીજેપી ઉપપ્રમુખ સહિત ૩ લોકોની બનાસકાંઠા ન્ઝ્રમ્ એ અટકાયત કરી છે.
બહુચરાજી તાલુકા ભાજપના ઉપપ્રમુખ ગોવિંદસિંહ દરબારે બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગના અધિકારીની કારમાં GPS ટ્રેકર લગાવીને જાસુસી કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે LCB દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ન્ઝ્રમ્ એ બહુચરાજી તાલુકાના હાલના ભાજપ ઉપપ્રમુખ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.જેમાં ભાજપ ઉપપ્રમુખ સહિત અન્ય આરોપી લાલાજી ઠાકોર અને ભરત ઠાકોરની ધરપકડ કરીને પુછપરછ હાથ ધરી છે.
તપાસમાં સામે આવ્યું છે કે, આ આરોપીઓ ખાણ ખનીજ અધિકારીની ગાડીનું લોકેશન મેળવી અને રોયલ્ટી ચોરી કરતા હતા. આ માટે તેમને એક વોટસએપગ્રુપ બનાવ્યું હતુ જેમાં આ અધિકારી ક્યાં જઈ રહ્યા છે તેની માહિતી શેર કરવામા આવતી હતી. આ મામલે ખાણ ખનીજ વિભાગને જાણ થઈ તો તેમને આ મામલે ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે સાત લોકોની ધરપકડ થઈ હતી.
ત્યારે આજે આ કેસમાં વધુ ત્રણ લોકોનું નામ ખુલતા તેમની પણ ધરપકડ કરવામા આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટનામાં બહુચરાજી તાલુકા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદસિંહ દરબારની ધરપકડ થતા ચકચાર મચી છે.
મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના નેતાઓના નામ કોઈને કોઈ ગુના સાથે જાેડાયેલા હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. ભાજપમાં ભ્રષ્ટાચારે હદ વટાવી હોય તેવા કોંગ્રેસ દ્વારા આરોપ પણ લગાવવામા આવે છે.
ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતા ભાજપ સામે સવાલો ઉઠી રહ્યા છે ભાજપના નેતાઓને કોઈ પણ ગુનો કરવાનો પરવાનો હોય તેમ તેઓ કાયદાથી પણ ડરતા નથી.
નેતાઓને સરકારી પગાર ઓછો પડતો હોય તેમ ભ્રષ્ટાચાર આચરીને કાળી કમાણી કરવા માટે અવનવા પેતરા અજમાવતા હોય છે.