-
હાદી નામના મુખ્ય હવાલાબાજે સુરતથી દુબઇ, સઉદી, મલેશિયા સહિતના દેશોમાં હવાલાનું નેટવર્ક ઉભુ ક્ર્યા હોવાની ચર્ચા
સુરત પોલીસની પકડથી દૂર દુબઇ અને આફ્રિકા બેસેલા અનેક આરોપીઓ સાથે હાદીનો સીધો કનેકશન હોવાની ચર્ચા
(સિટી ટુડે) સુરત,તા.૨૫
સુરતના પોશ વિસ્તાર ગણાતા અડાજણમાં જાણે નવો હર્ષદ મહેતા પેદા થયો તેમ હાદી નામના હવાલા કૌભાંડીએ ૧૬ થી વધુ લોકોની ટીમ બનાવી સુરતથી હવાલાનું મોટું રેકેટ ચલાવી રહ્યો હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે. પોતાની જાતને હર્ષદ મહેતા સમજતો હાદી નામનો હવાલા કૌભાંડી યુએસડીટીની આડમાં ૧૦૦ કરોડથી વધુનો હવાલા કૌભાંડ આચર્યો હોવાની ચર્ચા ચકડોલે ચડી છે. અડાજણ વિસ્તારના અનેક મોટા માથાઓના કરોડો રૂપિયાનો દુબઇ, આફ્રિકા, સઉદી , મલેશિયા જેવા જુદા-જુદા દેશોમાં હવાલાનો નેટવર્ક ચલાવતો હાદી અને તેનો સાથીદાર નાળિયેર વાલા એ છેલ્લા દોઢથી બે મહિનામાં નાના-મોટા હવાલા કરનારાઓને હંફાવી દીધુ છે.
યુએસડીટીના લે-વેચ સાથે સંકળાયેલો હાદીના સાથે અન્ય ૧૬ ઇસમોની ટોળકી રાતોરાત માલેતુજાર બનવા કરોડો રૂપિયાના હવાલા રેકેટ ચલાવી રહ્યા છે.
ગુપ્ત સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરત પોલીસની પકડથી દૂર ગોલ્ડકિંગ નામે ઓળખાતા અનેક વોન્ટેડોના સંપર્કમાં રહી કરોડો રૂપિયાના હવાલા ફરાવતી હોવાની આ ટોળકી હાલ અડાજણ વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. બે દિવસ અગાઉ આ ટોળકીએ ૧૦૦ કરોડ રૂપિયાનો હવાલો બારોબાર ઉડાવી દીધો હોવાની ચર્ચા.
ક્રમશ……….