(સિટી ટુડે) સુરત,તા.૨૬
અડાજણ વિસ્તારનો હર્ષદ મહેતા ગણાતો હાદી માંજરો દુબઇથી યુએસડીટીના નામે કરોડો રૂપિયાના હવાલાનો રેકેટ ચલાવતો હોવાની ચર્ચાઓ ઉઠ્યા બાદ હાદી માંજરાની ટોળકીમાં ૧૬ જેટલા વ્યક્તિઓની આખી ગેંગ યુએસડીટીના નામે કરોડો રૂપિયાનો ખેલ પાડી રહ્યા છે. ફ્લેશ યુએસડીટીના નામે લોકોના લાખો-કરોડો રૂપિયાના બાઇનાન્સ જેવા પ્લેટફોર્મ ઉપર એકાઉન્ટમાં એન્ટ્રીઓ આપી આંગડીયામાં પૈસાના હવાલા લીધા બાદ ૧૨ થી ૨૪ કલાકમાં અચાનક યુએસડીટી ફ્લેશ પાછી ખેંચી લઇ કરોડો રૂપિયાનો કાંડ કરી લોકોને છેતરવામાં આવી રહ્યો છે.
ગુપ્ત સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હાલમાં જ હાદી માંજરાએ દુબઇથી ૭૫ લાખ રૂપિયાના દિરહમનો હવાલો સાઉદી રીયાલમાં ફરાવ્યા બાદ ટોકન બારોબાર ઉડાવી દેવાનો ખેલ કર્યો હોવાની પણ ચર્ચા ઉઠવા પામી છે. અડાજણ વિસ્તારમાં રોયલ લાઇફસ્ટાઇલ તરીકે પોતાની જીંદગી વિતાવતો આ હાદી માંજરાએ અનેક લોકોને ચુનો ચોપડ્યો હોવાની વાત પણ જાણવા મળી રહી છે.
હાદીના ખાસ મિત્રના મેળાપીપળામાં લગઝુરીયસ કારમાં લોકો સાથે મીટીંગો કરી લોકોને લોભામણી લાલચો આપી હવાલા અને યુસએસડીટીના વ્યાપારમાં કરોડપતિ બનાવવાના સપના બતાવી લોકો પાસેથી કરોડો રૂપિયા ઉસેટ્યા હોવાનું પણ બહાર આવી રહ્યું છે. પોતે કિયા કંપનીની ઇલેક્ટ્રીક કારમાં અડાજણ વિસ્તારમાં ડંફાસો મારી ફરતો અને પોતાને હર્ષદ મહેતા સમજતો હાદી માંજરો ટૂંક સમયમાં પાંજરે પુરાય તે વાત નક્કી બની છે.