સુરત,તા.૨૮
નવરાત્રિની ઉજવણીમાં અન્ય ધર્મીર્ લોકોના પ્રવેશને લઈને હિન્દુ સંગઠનોએ આયોજકોને ચેતવણી આપી છે, આથી સુરત શહેર પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે જાે કોઈ સંસ્થાને લાગે છે કે કોઈપણ જગ્યાએ કંઈક ખોટું થઈ રહ્યું છે તો એ બાબતે પોલીસને જાણ કરે. કાયદો હાથમાં ન લે. અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે કોઈ દીકરી સાથે ખોટું ન થાય એ જાેવાનું કામ સુરત પોલીસનું છે. એટલું જ નહીં, તેમણે એમ પણ જણાવ્યું કે સુરત પોલીસ હેડક્વાર્ટરમાં ગરબા આયોજનોના આઈપી એડ્રેસથી લઈને તમામ ઈવેન્ટનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે અને આર્ટિફિશિયલ (છૈં)ની મદદથી જાણી શકાશે કે કઈ ઈવેન્ટમાં કેટલી ભીડ આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ ( ફૐઁ) અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ ( છૐઁ) સહિત હિન્દુ સંગઠનોની નજર ૩ ઓક્ટોબરથી શરૂ થનારા નવરાત્રિ પર્વ પર છે. નવરાત્રિ આયોજનોમાં અન્ય ધર્મીઓના પ્રવેશ અને કોઈપણ કર્મચારી અન્ય ધર્મી ન હોય એ માટેની ચેતવણી નવરાત્રિ આયોજકોને આપવામાં આવી છે, સાથે જણાવવામાં આવ્યું છે કે જાે કોઈ આયોજક તેમની વાતને નજરઅંદાજ કરશે તો તેની જવાબદારી આયોજકની રહેશે.
આવી ચીમકી વચ્ચે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે કાયદો હાથમાં ન લો, જાે કોઈ માહિતી હોય તો પોલીસને આપો, નહીંતર સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કમિશનરે હિન્દુ સંગઠનોના પ્રમુખ અને નવરાત્રિના આયોજકો સાથે મિટિંગ કરી હતી. ત્રીજી ઓક્ટોબરથી સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં મોનિટર સ્ક્રીન પર શહેરનાં તમામ મોટા ૧૭ નવરાત્રિ આયોજન પર લાઈવ મોનિટરિંગ સુરત પોલીસ કરશે. આ માટે તમામ આયોજકો પાસેથી ૈંઁ એડ્રેસ મગાવવામાં આવ્યા છે. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે જણાવ્યું હતું કે અમે તમામ સંગઠનોને કહેવા માગીશું કે તમને કોઈપણ પ્રકારની જાણકારી હોય તો તમે કોઈપણ પ્રકારનું કૃત્ય કરતા નહીં.
જાે તમને કોઈ માહિતી મળે તો સુરત પોલીસને એની જાણ કરો, એના પર કાર્યવાહી કરવાનું કામ સુરત પોલીસનું છે. અમને અમારી દીકરીઓની પણ ચિંતા છે, તેમની સાથે કોઈ ખોટું ન થાય અને તેમની સુરક્ષા જળવાઈ રહે તે માટે સુરત પોલીસ હંમેશાં તહેનાત રહેશે આ સાથે ઘટનામાં કોઈ અંધાધૂંધી ન થાય એની કાળજી લેવી જાેઈએ, કારણ કે જાે તમે કોઈપણ કાર્યક્રમમાં કોઈપણ પરવાનગી વગર જશો તો નાસભાગ મચી શકે છે અને લોકોને નુકસાન થઈ શકે છે, તેથી અમે તમામ સંસ્થાઓને કોઈપણ પ્રકારની માહિતી મળે તો પહેલા અમને જાણ કરવા જણાવ્યું છે. આમ છતાં જાે કોઈ બનાવ અમારા હાથમાં આવશે તો અમે તેની સામે પગલાં લઈશું, કારણ કે સુરતમાં ભૂતકાળમાં પણ આવી જ ઘટનાઓ બની છે.