હવાલા કૌભાંડ કરનારાઓ એટલા બેફામ બની ગયા છે કે, વોટ્સએપ ગ્રુપના ચેટીંગમાં પણ બિન્દાસપણે હવાલાનો વહીવટ કરી રહ્યા છે
લગભગ ૧૬ જેટલા લોકોની હવાલા કૌભાંડમાં સંડોવણી અંગે તપાસ કરવા ઇડી કયારે પણ આ કૌભાંડીઓના ધડ દબોચે એ વાત નકારી શકાય તેમ નથી
(સિટી ટુડે) સુરત,તા.૨૮
હવાલા કૌભાંડમાં અડાજણના નવાઝ અને આશીફ જે અગાઉ જીએસટી ચોરીમાં પણ સંડોવાયો હતો. જેમા જીએસટી ચોરો હાલ હવાલાના રવાડે ચઢયા છે દુબઇ, મલેશિયા, હોંગકોંગ, સઉદી, ચાઇના જેવા દેશોમાં રોજ કરોડો રૂપિયાનો હવાલો કરતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વરાછા વિસ્તારના કાઠીયાવાડી વેપારીઓમાં આ તમામ નામો સૌથી વધુ ચર્ચામાં છે સમદ નામના ઇસમે હાલમાં જ ચાઇનામાં પાંચ કરોડથી વધુનો હવાલો ફરાવ્યો હોવાની ચર્ચા ઉઠવા પામી છે.
અડાજણના નવાઝે દુબઇ અને સઉદીમાં સૌથી વધુ રકમનો હવાલો કર્યા બાદ એક વ્યકિતના ૭૫ લાખ રૂપિયા ગજવે ઘાલી દીધા હોવાનું બહાર આવી રહ્યું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ કૌભાંડીઓની વોટ્સએપ ચેટ બહાર આવી જતા ઇડી દ્વારા આ તમામ લોકોના ચાલચલન પર બાજ નજર રાખવામાં આવી હોવાનું નકારી શકાય તેમ નથી. આ કૌભાંડમાં વધુ પડતાં લોકોનો જીએસટી ચોરી અને ચોરો સાથે કનેકશન હોવાનું પણ બહાર આવી રહ્યું છે. જીએસટી ચોરી અને હવાલા કાંડમાં તંત્ર દ્વારા કેટલા લોકોને ઘડ દબોચવામાં આવે એ જાેવાનું રહ્યું.