હવાલાકાંડ કરનારાઓને તંત્ર દ્વારા આમંત્રણ અપાઇ રહ્યું હોવાથી
હવાલાનો ખેલ કરનાર કૌભાંડીઓમાં ફફડાટનો માહોલ
જીએસટી કૌભાંડમાં કરોડો રૂપિયાનો
કાંડ કરનાર આસીફ નામના
વ્યકિતએ હવાલામાં પણ અનેક
લોકોના ટોકન લીધા હોવાની ચર્ચા
(સિટી ટુડે) સુરત,તા.૩૦
જીએસટી કૌભાંડમાં કરોડો રૂપિયાનો ખેલ કરનાર અને પોતાની જાતને ફરીસ્તો બતાવનાર આસીફ હાલ અડાજણમાં કરોડો રૂપિયાના હવાલા ફરાવતો હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે. અગાઉ ભાગાતળાવના એક કૌભાંડી સાથે જીએસટી ચોરીમાં નામ બહાર આવ્યું હતું. ત્યારબાદ પૈસાના જાેરે પોતાનું નામ હટાવવામાં સફળ રહેલા આસીફે હાલમાં પણ અડાજણમાં મોટા પાયે હવાલાનું કામ કરતાં કરોડો રૂપિયાના હવાલા ટોકન લીધા બાદ હવાલા ક્લિયર નહિં કરતા મામલો બહાર આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અડાજણમાં બેથી વધુ કૌભાંડીઓને તંત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવતાં ભૂર્ગભમાં ઉતરી ગયા છે તથા અન્ય કૌભાંડીઓમાં ફફડાટનો માહોલ જાેવા મળી રહ્યો છે. નવાઝ અને આસીફની ઓફિસની તપાસ કરવામાં આવે તો શહેરના અનેક હવાલા કૌભાંડીના નામ બહાર આવે તેમ છે જાે કે, આવનારા દિવસોમાં તમામ કૌભાંડીઓ પર કાયદાનો સીકંજાે કસવા તંત્ર કામે લાગ્યું હોવાની વિગતો સપાટીએ આવી છે.