(સિટી ટુડે) સુરત,તા.૩૦
હાલના બહુચર્ચિત કેસની વિગત એ પ્રકારની છે કે, શહેર સુરતના ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ-બી : ૧૧૨૧૦૦૧૫૨૧૦૨૫૫/૨૦૨૪ ના કામમાં N.D.P.S. એકટ સને ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૨(સી), ૨૯ મુજબ ગુન્હો તા.૨૪/૦૯/૨૦૨૧ ના રોજ “મુંબઈ (નાલા સોપારા) એક વ્યક્તિ કે જે હાલના ગુન્હાના અન્ય આરોપી – શાહીદ નાઓ પાસેથી વગર પાસ પરમીટે ગેરકાયદેસર મેફ્રેડ્રોન ડ્રગ્સનો જથ્થો કુલ્લે ૧૯૬.૨૨૦ ગ્રામ જેની કિંમત રૂ.૧૯,૬૨,૦૦૦/- ની મત્તાનો ખરીદ કરી મુંબઈથી હોલ્ડા અમેઝ ફોર-વ્હીલર ગાડી કે જેનો રજીસ્ટ્રેશન નં.GJ-05- RM-4881 મા છુપાવી સુરત લઈ આવતા હાલના આરોપી તથા અન્ય બે આરોપીઓ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કુલ્લે વજન – ૧૯૬.૨૦૦ ગ્રામ જેની કિંમત રૂ.૧૯,૬૨,૦૦૦/- તથા મોબાઈલ ફોન નં.૦૪ કુલ કિંમત રૂ.૩૭,૫૦૦/- તથા રોકડા રૂ.૨,૪૯,૫૦૦/- તથા હોન્ડા અમેઝ ગાડી નં. GJ-05- RM- 4881 કિંમત રૂ.૬,૦૦,૦૦૦/- તથા ડ્રાઈવિંગ લાયસન્સ કિંમત રૂ.૦૦/૦૦ મળી કુલ્લે કિંમત રૂ.૨૮,૪૯,૦૦૦/- ની મુદ્દામાલ મત્તાના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ છે.” તે મુજબની ફરીયાદ દાખલ થયેલ હતી.
હાલના ગુન્હા કામમાં તપાસ કરનાર અધિકારીશ્રીએ ઉપરોક્ત ફરીયાદના અનુસંધાને તપાસ કરનાર અધિકારીશ્રીઓએ વિરૂધ્ધ તપાસ પુર્ણ કરી ચાર્જશીટ તા.૨૭/૦૨/૨૦૨૩ ના રોજ રજુ કરેલ છે. જેનો SPECIAL NDPS CASE NO.16/2022 થી રજીસ્ટર્ડ કરવામાં આવે
હાલના ગુન્હાના કામે ધરપકડ થયેલ આરોપીઓ પૈકી આરોપી – ઈમરાન અબ્દુલરશીદ શેખ નાઓની તા.૨૪/૦૯/૨૦૨૧ ના રોજ ડી.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી અને ત્યારબાદથી આરોપી – ઈમરાન અબ્દુલરશીદ શેખ નાઓ લાજપોર મધ્યસ્થ જેલ, સુરત મુકામે હતા અને ત્યારબાદ આરોપી – ઈમરાન અબ્દુલરશીદ શેખ નાઓ તર્ફે નામદાર સેશન્સ કોર્ટ, સુરત તથા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરતા જે જામીન નામંજુર થતા આરોપી – ઈમરાન અબ્દુલરશીદ શેખ નાઓએ શહેર સુરતના વકીલશ્રી ઝફર કે. બેલાવાલા નામદાર સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાના વકીલશ્રી અંકિત અગ્રાવાલ નાઓ મારફતે નામદાર સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયામા જામીન અરજી દાખલ કરતા સદર જામીન અરજીની સુનાવણી નામદાર સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયામા, ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા તથા અન્ય બે જસ્ટીસશ્રી નાઓની ટ્રીપલ બેંચમા સુનાવણી માટે આવતા નામદાર સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયા નાઓએ સામાપક્ષને નોટીસ ઈશ્યુ કરી આરોપીને જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફરમાવેલ છે.
નામદાર સુપ્રિમ કોર્ટમાં અરજદાર/આરોપીએ વકીલશ્રી ઝફર કે. બેલાવાલા તથા અંકિત અગ્રાવાલ નાઓ મારફતે જામીન અરજી દાખલ કરેલ હતી.