(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૨
કડીમાં મળેલી ગુજરાત કોટન એસોસિએશનની સાધારણ સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મિલ ધારકોને ચીમકી આપી છે. કોઈ પણ સંજોગોમાં ખોળ કપાસિયામાં ભેળસેળ ન કરવાની વાત કરી છે. ‘ભેળસેળ થવા નહીં દઉં’ તેવું તેમણે કહ્યું હતું.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મિલ ધારકોને કહ્યું કે, “મહેસાણામાં ૧ હજાર ઓઈલમિલમાંથી ૬૦૦ ઓઈલમિલમાં ભેળસેળ થાય છે. ક્યા વિસ્તારમાં ભેળસેળ થાય છે તે આપણને ખ્યાલ છે.
આ ભેળસેળ હું ચાલવા નહીં દઉં. આવા ગોડાઉન સરકાર પાસે સીલ મરાવી દઈશ. ખેડૂતો અને પશુપાલકોને નુકસાન થાય તેવું કામ મિલધારકો ન કરે” તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, તમારો નુકસાન થાય એવું અમે નથી ઈચ્છતા તમારે પણ નફો થાય એવું અમે ઈચ્છીએ. પરંતુ ખેડૂત તેમજ પશુપાલકોને નુકસાન થાય તેવું ચલાવી લેવામાં આવશે નહી. વધુમાં કહ્યું કે, ધંધો થાય યા ન થાય પરંતુ ભેળસેળ વાળું નહી ચલાવી લેવામાં આવે. તમારો ધંધો સારો ચાલે તે માટે ગમે તે માલ નાંખી દો તે નહી ચલાવી લેવાય.
મહેસાણામાં ૬૦૦ ઓઈલમિલમાં ભેળસેળ થાય છે ધંધો થાય યા ન થાય પરંતુ ભેળસેળ વાળું નહી ચલાવી લેવામાં આવે
