(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૨
દ્વારકામાં શિવરાજપુર બીચ ઉપર વોટર સ્પોર્ટસ એક્ટિવીટી બંધ થતા અધિકારીઓને ધારાસભ્ય પબુભા માણેક ઉઘડા લીધા હતા. પબુભા માણેકે કહ્યું કે, “૨૦ દિવસની અંદર નિયમ બનાવો નહીં તો આંદોલન થશે. વધુમાં ચીમકી ઉચ્ચારતા ઉમેર્યું કે, ૨૦ દિવસની અંદર નિયમ નહીં બને તો મંજૂરી વગર જ પ્રવૃતિઓ ચાલું કરી દઈશુ. સાથો સાથ ધારાસભ્યએ કહ્યું કે, મુખ્યમંત્રીને રિપોર્ટ કરવો હોય તો પણ વાંધો નથી ઉલ્લેખનીય છે કે, શિવરાજપુર બીચ ઉપર ઘણાં સમયથી વોટર સ્પોર્ટસ એક્ટિવીટી બંધ છે. જેને લઈ પ્રવાસીઓ પણ કેટલીક મજ્જા માળી શકતા નથી. જે મામલે ધારાસભ્ય પબુભા માણેકએ અધિકારીઓને આડેહાથે લીધા હતા તેમજ તાત્કાલિક ધોરણે ચાલું કરવા માટે પણ સૂચન કર્યું હતું. પબુભા માણેકએ અધિકારીઓને જણાવ્યું હતું કે, તમારી પાસે ૨૦ તારીખ સુધીનો સમય છે, ચાલું કરી દેજો, જો ચાલું નહી કરો તો ત્યારબાદ એક્ટિવીટી ચાલું થઈ જશે.
પછી તમે જો પોલીસ મોકલો કે, પછી જે કરવું હોય તે કરજો. અહીં ઓખામંડળના ૪૨ ગામો ભેગા કરી રાખીશ. પછી તમારે જો મુખ્યમંત્રીને રિપોર્ટ કરવો હોય તો પણ કરી દેજો,આ તમારી કઈ રીત છે ?. પોલીસ મોકલો કે, પછી જે કરવું હોય તે કરજો, ઓખામંડળના ૪૨ ગામો ભેગા કરી રાખીશ
