યુએસડીટી અને હવાલા કૌભાંડમાં અજીમએ ૧૦ લાખ રૂપિયાની યુએસડીટી આપ્યા બાદ બાયનાન્સનો એકાઉન્ટ હેક કરી પરત ખેંચી ખરીદનારને પેમેન્ટ માટે જમાં કરી જેને અપહરણ પણ કહી શકાય તે રીતે ધાકધમકી આપી ચેકો લખાવી લીધા
(સિટી ટુડે) સુરત,તા.૦૨
અડાજણ વિસ્તારમાં બિમારીના જેમ ફેલાઇ રહેલા યુએસડીટી અને હવાલા કૌભાંડીઓ હવે લોકોને અપહરણ કરી ધાકધમકી આપી પૈસા વસુલી માટે બેંક અકાઉન્ટના ચેક લખાઇ લેતા હોવાની વિગતો સપાટીએ આવી છે. બે થી ત્રણ દિવસ અગાઉ અજીમ નામના ઇસમ દ્વારા ૧૦ લાખ રૂપિયાની યુએસડીટી વેંચ્યા બાદ બાઇનાન્સના એકાઉન્ટમાં યુએસડીટી ટ્રાન્સફર થતાં જ એકાઉન્ટ હેક કરી યુએસડીટી લેનાર વ્યક્તિને પેમેન્ટ માટે જમાં કરી જેને અપહરણ પણ કહી શકાય તે રીતે ધાકધમકી આપી ૧૦ રૂપિયાના ચેકો લખાવી લીધા હોવાની વિગતો અડાજણ વિસ્તારમાં ચર્ચાઇ રહી છે.
મળતી માહિતી મુજબ, અજીમ નામના ઇસમે અગાઉ રિંગરોડ વિસ્તારમાં પણ મોટાપાયે ઉઠમણું કર્યુ હતું. ત્યારબાદ તે દુબઇ ભાગી ગયો હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી હતી. ત્યારબાદ પોલીસે ઉઠમણા કેસમાં અજીમ ની ધરપકડ પણ કરી હતી. હાલ આ અજીમ દ્વારા સુધરવાના બદલે શોટકર્ટમાં કરોડપતિ બનવા યુએસડીટી અને હવાલામાં કરતબ અજમાવી રહ્યો છે. જા કે, આ વ્યક્તિના કનેકશન દુબઇના તમામ વોન્ટેડ આરોપીઓ સાથે હોવાનું કહેવાઇ રહ્યું છે. ગોલ્ડ સમ્ગલીંગ કેસના મુખ્ય આરોપી સાથે અજીમનો સીધો કનેકશન છે. જેના કારણે દુબઇ બેસી અજીમ સાથે યુએસડીટીનું નેટવર્ક અને હવાલાનો કૌભાંડ ચાલી રહ્યું હોવાની વાત ઉઠવા પામી છે. અજીમે અડાજણના અનેક કૌભાંડીઓ સાથે મળી આંગણીયા મારફતે મોટા પાયે હવાલાનું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો છે. આ મામલામાં ભોગ બનનાર ડરી ગયો હોવાના કારણે પોલીસ ફરીયાદ કરવામાં આવી નથી. આવનારા દિવસોમાં આ મામલો પોલીસ મથકે પહોંચશે!