ડેપ્યુડી ઇજનેર ગામીત અને કાર્યપાલક ઇજનેર ગાંજાવાલા સામે આક્ષેપો સાથે કોંગ્રેસના પુર્વ વિધાનસભા વોર્ડ પ્રમુખ મોઇન મેમણ દ્વારા સેન્ટ્રલઝોનના રોડ રસ્તા નહિં બનાવશે તો તમારા ચેમ્બર સામે આવી નગ્ન થઇ વિરોધ કરવાની ચીમકી આપી
(સિટીટુડે) સુરત,તા.૦૪
સેન્ટ્રલઝોનના અધિકારીઓ અને કોંગ્રેસ પુર્વ વિધાનસભા પ્રમુખ સાથે રોડ રસ્તા બનાવવા થયેલી બોલાચાલીમાં મોઇન મેમણે ડેપ્યુટી ઇજનેર ગામીતને પગ પકડવાનું કહી રોડ રસ્તા બનાવવા રજુઆત કરી હતી.
સેન્ટ્રલઝોનના એક દિવસ અગાઉ વોર્ડ નં.૧૧-૧૨માં બે ગાડી ડામર ભરી રોડ રીપેર કરવા માટે આવી રહી હતી ત્યારે ડેપ્યુટી ઇજનેર ગામીતના આદેશથી આ ગાડીઓ અન્ય વિસ્તારમાં મોકલી દેવામાં આવતા વિવાદ ઉભો થયો હતો. ગામીતના જણાવ્યા મુજબ, આ ગાડીઓ બીઆરટીએસના ઓપનીંગ હોવાના કારણે ત્યાં મોકલવામાં આવી છે તો બીજી બાજુ ગાંજાવાલાએ જણાવ્યું હતું કે, ગરબાના સ્પોટ પર ગાડીઓ મોકલવામાં આવી છે. આ વાત થી સ્પષ્ટ થાય છે કે, ગામીત ગાંજાવાલાને ગાંઠતા નથી. ગામીતના જણાવ્યા મુજબ, ગાંજાવાલાને ખબર જ નથી કે ડામરની ગાડીઓ કયા વિસ્તારમાં મોકલાઇ છે.
સેન્ટ્રલઝોનમાં ચાલતી અંધેર નગરીના રાજમાં સેન્ટ્રલઝોનના કાર્યપાલક ઇજનેર ગાંજાવાલાની કેટલી વેલ્યુ છે તે સ્પષ્ટ દેખાઇ આવે છે. મનપા મેયરે તમામ વિસ્તારોના રોડ રસ્તા અંગે વિઝીટ કરવા માત્ર ને માત્ર ડંફાસો મારી હોવાનું પણ કોંગ્રેસીઓ જણાવી રહ્યા છે.
મોઇન મેમણ દ્વારા સેન્ટ્રલઝોનના અધિકારીઓને ચીમકી આપતા જણાવ્યું હતું કે, ગણતરીના દિવસોમાં સેન્ટ્રલઝોનના રોડ રસ્તાઓ રીપેર કરવામાં નહિં આવે તો સ્થાનિકો સાથે સેન્ટ્રલઝોનની કચેરીનો ઘેરાવ કરી નગ્નથઇ વિરોધ કરીશું.