(સિટીટુડે) સુરત,તા.૦૪
ભાગીદારીમાં જીમ શરૂ કરી શાહપોરના ચાંદીવાલા દંપતીએ રાંદેરની ભાગીદારી મહિલા સાથે ઠગાઈ આચરી હતી. મહિલા પાસે રૂપિયા ૧૫ લાખ રોકાણ કરાવી વર્ષે દસ લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી પરંતુ ચાંદીવાલા દંપતીએ નીલોફરની જાણ બહાર જ જીમનું તમામ સાધન સગેવગે કરી નાખી તેણીની સાથે ઠગાઈ કરી હતી
રાંદેર બોરવાડા સ્ટેટ છેલ્લો મહોલ્લો કિનારા કોમ્પ્લેક્સમાં રહેતી નીલોફર સોહેલ કાપડિયાએ લાલગેટ મુગલીસરા ઝૈદ એપાર્ટ.માં રહેતા મુઝફ્ફર મકસુદ ચાંદીવાળા અને તેની પત્ની રૂબીના ચાંદી વાલા સામે ઠગાઈની ફરિયાદ રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા જણાવ્યું હતું કે તેઓએ રાંદેર અડાજન પાટીયા લોશન એવન્યુ વન બેઝમેન્ટ ખાતે બોડી બેટલ ફિટનેસ સેન્ટર નામથી ભાગીદારીમાં જીમ શરૂ કર્યો હતો. ચાંદી વાલા દંપતીએ વર્ષે દસ લાખ રૂપિયા નફો કમાંવી આપવાની વાત કરી હતી અને નીલોફર કાપડિયા પાસે રૂપિયા ૧૫ લાખનું રોકાણ કરાવ્યું હતું પરંતુ જીમના સાધનો નીલોફર કાપડીયાની જાણ બહાર ટેમ્પોમાં ભરી સગેવગે કરી નાખ્યા હતા. જેથી નીલોફર કાપડિયાએ આ દંપતી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
