(સિટીટુડે) સુરત,તા.૦૬
સુરત શહેરમાં મહિલાઓને ટાર્ગેટ કરી ૧૫-૨૦ હજાર રૂપિયાની લાલચ આપી વિદેશમાં ડોલર મોકલવાની વાત કરી પ્રતિબંધીત દવાઓ જેમાં મોટાભાગનું ડ્રગ્સ હોય છે તેને પેકેટો કતર અને દોહા મોકલી અનેક મહિલાઓને જેલના સળીયા પાછળ ધકેલી દેનાર સુરતની એક ટોળકી સામે લાલગેટ પોલીસ સ્ટેશનમાં થયેલી લેખીત ફરીયાદ બાદ ભોગ બનનારાઓ હવે ફરીયાદ કરવા આગળ આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, પોલીસ કમિશનર કચેરી ખાતે આ મામલાને પહોંચાડી યોગ્ય તપાસ કરી આ ટોળકીના મુખ્ય ભેજાબાજ ફહીમ નાલબંધ સહિતના ઇસમો સામે કાયદેસર પગલા ભરવા માંગ કરાશે. વધુમાં મળતી મહિતી મુજબ આ ટોળકીના તમામ લોકો દેશવિરોધી પ્રવૃત્તિઓ સાથે પણ જાેડાયેલા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
