(સિટીટુડે) સુરત,તા.૦૬
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત સુરત શહેર નાઓએ હાલમાં વધી રહેલ સાયબર ફ્રોડના ગુનાઓ આચરતી ટોળકીઓ ઉપર ચાંપતી નજર રાખી આવા ગુનાઓ ઉપર લગામ કસવા એસ.ઓ.જી.ના પીઆઇ એ.પી.ચૌધરી તથા પીઆઇ એ.એસ.સોનારા નાઓએ સાયબર ફ્રોડ કરતી ટોળકીઓ દ્વારા અવનવા કીમિયાઓ આજમાવતા હોય તેનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કરતા તેમના ધ્યાને આવેલ કે, સાયબર ફ્રોડ આચરનાર ટોળકી દ્વારા નવો ટ્રેન્ડ અપનાવેલ અને જેમા આ ટોળકી દ્વારા બોગસ પેઢી ઉભી કરી તે પેઢીના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેમજ ગરીબ આર્થીક રીતે નબળા વર્ગના લોકોને પૈસાની લાલચ આપી તેમના નામે સેવીંગ એકાઉન્ટ ખોલાવી તેવા બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી મેળવેલ નાંણા ટ્રાન્સફર કરાવી તે પૈસાથી યુએસડીટી ક્રિપટો કર્રન્સી ખરીદી દુબઈ ખાતે ટ્રાન્સફર કરી ગુનાઓ આચરે છે. જેથી આવી ટોળકી ઉપર વોચ રાખવા એસ.ઓ.જી.,ના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી. તે દરમ્યાન એચ.સી. જગશીભાઈ શાંતીભાઈ તથા પીસી દેવેન્દ્રદાન ગંભીરદાન નાઓને ઉત્રાણ વિસ્તારમાં એક ટોળકી દ્વારા ઓનલાઈન કપડાના વેપારની આડમાં સાયબર ફ્રોડ આચરતા હોવાની હકીકત મળેલ જે બાતમીની પીઆઇ એ.પી.ચૌધરી તથા પીઆઇ એ.એસ.સોનારા દ્વારા ખરાઈ કરાવતા હકીકત સાચી જણાયેલ જેથી આ ટોળકી ઉપર રેડ કરવા પીએસઆઇ એ.પી.જેબલીયા તથા પીએસઆઇ આર.એસ.ભાટીયાનાઓની આગેવાનીમાં ટીમ બનાવી જે ટીમે ઉત્રાણ વી.આઈ.પી. સર્કલ પાસે આવેલ એન્જલ સ્ક્વેર શોપ નંબર-૧૦૨ માં રેડ કરી આરોપી (૧) હિરેનભાઈ વિનુભાઈ મોવલીયા(૨) મેહુલભાઈ જયપ્રકાશ વિઠ્ઠાણી (૩) પરેશભાઇ પુનાભાઇ બરવાળીયા (૪) પ્રતિકભાઇ અમરશીભાઇ જાેટંગીયાઓને ઝડપી પાડી કુલ્લે કિં.રૂ.૧,૭૫,૦૦૦ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
મજકુર આરોપીઓની પુછપરછમાં તેમણે જણાવેલ કે, તેઓ ઓનલાઈનના કપડાના વેપારની આડમાં ફ્રોડ કરી લોકો પાસેથી પૈસા બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા હતા અને તે માટે તેઓ આર્થીક રીતે નબળા વર્ગના લોકોને શીકાર બનાવી તેઓને રૂ., ૧૦ થી ૧૨ હજારની લાલચ આપી તેમના નામે બેંકમાં એકાઉન્ટ ખોલાવતા હતા અને તે બેંકની કીટ પોતાની પાસે રાખતા તેમજ બોગસ કંપની (ફર્મ) ઉભી કરી તેના નામે બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા અને લોકો સાથે કરેલ છેતરપીંડીના નાણા આવા બોગસ એકાઉન્ટમાં જમા કરાવી તે પૈસાથી ઓનલાઈન પોર્ટલ ઉપર યુએસડીટી ક્રિપટો કરન્સી ખરીદી કરી તેને દુબઈ ખાતે મોકલી આપતા હોવાની હકીકત જણાવેલ છે. જેથી મજકુર આરોપીઓની વિરૂધ્ધ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.