સુરત, તા.૬
સુરતમાં નવરાત્રિના આયોજન દરમિયન ગૃહરાજ્ય મંત્રી વડોદરામાં એક સગીરા સાથે થયેલા ગેંગરેપની ઘટનાની વાત કરતા ભાવુક થયા હતા. તેમણે જાહેરમાં કહ્યું કે, મારી ગુજરાતની દીકરી સાથે જે ઘટના બની છે, તેનાથી મારું લોહી ઉકળી ગયું છે. આ દરીંદાને પકડવા પોલીસને માં અંબા શક્તિ આપે. અંબાના ચરણોમાં વંદન કરી આરોપીઓને પકડી પાડીશું . આપણી પાસે રાજનીતિ પાસે અનેક મોકા હોય છે. નવરાત્રી ના તહેવાર માં અપરા પર્વ ને કોઈ બદનામ કરે તેવું કામ નહિ કરતા. માં અંબે અને ઘરે રહેલ માંનો વિચારીને કોઈ ખોટું કામ નથી કરતા.
સુરતમાં નવરાત્રિના એક કાર્યક્રમ દરમિયાન ગૃહરાજ્ય મંત્રી વડોદરા ગેંગરેપની ઘટનાની યાદ કરતા ભાવુક થયા હતા. ગૃહરાજ્ય મંત્રીએ નિવેદન આપતા જણાવ્યું કે, મારી ગુજરાતની દીકરી સાથે જે ઘટના બની છે. મારું લોહી ઉકળી ગયું છે. આ દરીંદાને પકડવા પોલીસને માં અંબા શકતી આપે. અંબાના ચરણોમાં વંદન કરી આરોપીઓને પકડી પાડીશું, ભલે કોઈ પણ ખૂણામાં છુપાયા હોય. આપણી પાસે રાજનીતિ પાસે અનેક મોકા હોય છે. નવરાત્રિના તહેવારમાં આપણા પર્વને કોઈ બદનામ કરે તેવું કામ નહિ કરતા. માં અંબે અને ઘરે રહેલ માંનો વિચારીને કોઈ ખોટું કામ નંઇ કરતા.
હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે જે રાજ્ય પોલીસ આરોપીને શોધવા માટે સતત કામ કરી રહી છે અને માં અંબા આરોપીને ઝડપી પાડવા માટે શક્તિ આપશે. સુરત પોલીસ કમિશનરે કહ્યું કે, જ્યાં સુધી આરોપી ઝડપાઈ નહીં, ત્યાં સુધી ગુજરાતની પોલીસ ઊંઘશે નહીં. નારાજ હમને ગમે ત્યાંથી ઝડપી પાડીને ત્યારે પણ કોઈ દીકરી ઉપર આ પ્રકારની નજર નહીં નાખે તેવું ઉદાહરણરૂપ સજા કરીશું. આવા વિષય ઉપર રાજનીતિ ન થવી જાેઈએ. કેટલાક લોકો ગરબા મોડે સુધી રમવા બાબતે રાજનીતિ કરી રહ્યા છે, હું એમને કહેવા માગું છું કે રાજનીતિ કરવા માટે અનેક મુદ્દાઓ મળી જશે, પરંતુ નવરાત્રિ અને ગરબા ઉપર રાજનીતિ કરવી જાેઈએ નહીં
સુરતના માંડવી તાલુકામાં શિક્ષણ જગતને લાંછન લગાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. આશ્રમ શાળાની સગીર બાળકી સાથે આચાર્ય દ્વારા અડપલા કરાયા હતા. શ્રી દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ દ્વારા આશ્રમ શાળાનું સંચાલન કરવામાં આવે છે.
બાળકીએ ઘટનાની જાણ પરિવારને કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. પરિવાર સગીર બાળકીને લઈ પોલીસ મથક પહોંચ્યું હતું. પોલીસે આશ્રમ શાળાના આચાર્યની અટકાયત કરી છે. આચાર્ય યોગેશ પટેલ મૂળ નવસારી જિલ્લાનો અને છેલ્લા ૨૪ વર્ષથી શાળામાં ફરજ બજાવે છે.
