(સિટી ટુડે) અમદાવાદ,તા.૦૬
મોબલીચીંગ અને ભડકાઉ ભાષણની વિરુદ્ધ સુપ્રિમ કોર્ટે ૨૦૧૮ માં સરકારે દેશના દરેક જિલ્લામાં નોડલ ઓફિસર ની નિયુક્ત કરવા અને આવા મામલામાં પોલિસે સ્વતઃ સંશાન લઈને સન્ન કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા પરંતુ સુપ્રિમ કોર્ટની અવમાનના કરી સરકારે આ બાબતે પોતાની આંખે પાટા બાંધતા નરસિંહાનંદ રામગિરી, ભાજપાના મુખ્યમંત્રીઓ તેમજ ધારાસભ્યો ખુલ્લે આમ હઝરત મોહંમદ પયગંબર સાહેબ (સ.અ.વ.) અને મુસ્લિમ સમાજ વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે જે સંવિધાનની મૂળભૂત ભાવનાઓ વિરુદ્ધ છે. આવી જ રીતે સુપ્રિમ કોર્ટ દ્વારા નિર્દેશ આપવા છતાં ગુજરાત અને આસામમાં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી. જેનાથી વિદિત થાય છે કે સત્તાના નશામાં ચકનાચૂર કેટલાક લોકો દેશની સુપ્રિમ કોર્ટની જાહેરમાં અવમાનના કરી રહ્યા છે. આ તમામ બાબતોને લઈને સંવિધાનની લડાઈ લડનાર અમારા નેતા રાહુલ ગાંધી જી ને વિનમ્ર વિનંતી કરુ છું કે તેઓ ઈન્ડિયા ગઠબંધન તેમજ દેશના તમામ સેક્યુલર પાર્ટીઓના નેતાઓને સાથે લઈ રાજઘાટ થી રાષ્ટ્રપતિ ભવન સુધી પદયાત્રા ક૨ે તેમજ મહામહિમ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને સુપ્રિમ કોર્ટ ના આદેશનો સન્નાઈથી પાલન કરવા માટે અપીલ કરે પરિણામે દેશમાં કાનૂન રાજને પુનઃ સ્થાપિત કરી શકાય.
