રામપુરા નુરી મહોલ્લામાં રહેતા એક રિક્ષા ડ્રાઇવરની ધોરણ-૮માં ભણતી પુત્રીને ફોસલાવી કતર મોકલી તેની બેગમાં પ્રતિબંધીત દવાઓ નાંખી દેતા એરપોર્ટ પર પકડાઇ જતાં હાલ કતર જેલમાં બંધ છે
(સિટી ટુડે) સુરત,તા.૦૭
વિદેશમાં ડોલર મોકલવાના નામે ૧૫-૨૦ હજારની લાલચ આપી ગરીબ પરીવારની મહિલાઓને ફસવનાર ટોળકી સામે લાલગેટ પોલીસ મથકમાં વધુ એક લેખીત ફરીયાદ કરવામાં આવી છે. અગાઉ થયેલી ફરીયાદમાં આરોપી તરીકે સમીમ મુનાફ શેખ સુરત, ગુલનાઝ શેખ અને મુબારક શેખ વલસાડ, મલેક ઝફરુલ્લા શમસુદ્દીન કોસંબા, આસીફ શેખ તથા કાદર મુંબઇ ના વિરુદ્ધ ભોગ બનનાર ચોકબજાર વિસ્તારના ચક્કીવાલા પરીવારના ઇસમ દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી ત્યારબાદ રામપુરા નુરી મહોલ્લામાં રહેતા રિક્ષ ડ્રાઇવર ગુલામ કાદર શેખ દ્વારા લાલગેટમાં વધુ એક ફરીયાદ કરવામાં આવી છે. જેમાં આરોપી તરીકે શબનમ શોએબ અન્સારી રહે.રામપુરા નુરી મહોલ્લા, આસીફ તથા અન્ય અજાણ્યા ઇસમ જે રહે. મુંબઇ વિરુદ્ધ કરાયેલી ફરીયાદમાં ગુલામ કાદર શેખની પુત્રી જે ધોરણ-૮માં ભણે છે. તેમના ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે થોડાક પૈસાની લાલચ આપી ડોલર મોકલવાના નામે પ્રતિબંધીત દવાઓ બેગ નાંખી મોકલતા તેને એરપોર્ટ ઉપર ઇમીગ્રેશન વિભાગ દ્વારા તપાસ કરતા તેના બેગમાંથી પ્રતિબંધીત દવાઓ મળી આવતા તે ફરીયાદીની પુત્રીને કતર જેલમાં ધકેલી દેવામાં આવી છે. પિતા દ્વારા પોતાની પુત્રીને પરત લાવવા અને ચીટર ટોળકી સામે કાયદેસરના પગલા ભરવા પોલીસને લેખીતમાં ફરીયાદ કરી છે.
- આ સમગ્ર રેકેટ ચલવનાર ટોળકીનો મુખ્ય સુત્રધાર ફહીમ નાલબંધ જે કેનેડામાં ઐયાશીઓ કરતો હોવાની વિગતો બહાર આવી છે
કેનેડા બેસી આ સમગ્ર ટોળકીને ઓપરેટ કરતો ફહીમ નાલબંધ અગાઉ દુબઇથી સુરત અનેકવાર ગોલ્ડ સ્મગ્લીંગ કરી ચુક્યો છે અને તેની સાથે તેના પરિવારના સભ્યો પણ દુબઇના ચક્કરો મારી ચુક્યા છે. ફહીમ નાલબંધ પહેલા તો માત્ર કેરીંગનો કામ કરતો હતો પરંતુ હવે ૪૦થી વધુ લોકોની ટોળકી સાથે પોતે કિંગ બની લોકોને ડોલરો મોકલવાના નામે પ્રતિબંધીત દવાઓ મોકલી માત્ર થોડા પૈસા કમાવવા માટે અનેક મહિલાઓના જીવન સાથે ખીલવાડ કરી રહ્યો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. પોતાને કોઇમોટો ગેંગસ્ટર સમજી લોકોને મોટી મોટી ડંફાસો મારવામાં ફહીમ નાલબંધ પાછો પડતો નથી. દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરનાર ઇસમો સાથે પણ તેનો સંપર્ક હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે.