બોગસ પેઢીના નામે ખોલાવેલ બેંક એકાઉન્ટ તથા અન્ય વ્યક્તિઓના ભાડાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ કરતી ટોળકીને બેંક એકાઉન્ટ કિટ સપ્લાય કરતા મુખ્ય આરોપી ઝડપી પાડતી SOG
(સિટી ટુડે)સુરત,તા.૦૭
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત સુરત શહેર નાઓએ હાલમાં વધી રહેલ સાયબર ફ્રોડના ગુનાઓ આચરતી ટોળકીઓ ઉપર ચાંપતી નજર રાખી આવા ગુનાઓ ઉપર લગામ કસવા તથા સાયબર ફ્રોડના ગુન્હાઓ આચરતી ટોળકીઓ વિરૂધ્ધમાં કાર્યવાહી કરવા આપેલ સુચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશ્નર રાઘવેંદ્ર વત્સ ક્રાઈમ, નાયબ પોલીસ કમિશ્નર રાજદિપસિંહ નકુમ એસ.ઓ.જી.,નાઓના માર્ગદર્શન તથા સુચના મુજબ એસ.ઓ.જી., દ્વારા કામગીરી કરેલ છે. જે સુચના અન્વયે પોલીસ ઇન્સપેકટર એસ.ઓ.જી., નાઓના માર્ગ દર્શન હેઠળ એચસી જગશીભાઈ શાંતીભાઈ તથા પીસી દેવેન્દ્રદાન ગંભીરદાન નાઓને ઉત્રાણ વિસ્તારમાં એક ટોળકી દ્વારા ઓનલાઈન કપડાના વેપારની આડમાં સાયબર ફ્રોડ આચરતા હોવાની હકીકત મળેલ જે બાતમીની પીઆઇ એ.પી.ચૌધરી તથા પીઆઇ એ.એસ.સોનારા દ્વારા ખરાઈ કરાવતા હકીકત સાચી જણાયેલ જેથી આ ટોળકી ઉપર રેડ કરવા પીએસઆઇ એ.પી.જેબલીયા તથા પીએસઆઇ આર.એસ. ભાટીયાનાઓની આગેવાનીમાં ટીમ બનાવી જે ટીમે ઉત્રાણ વી.આઈ.પી. સર્કલ પાસે આવેલ એન્જલ સ્ક્વેર શોપ નંબર-૧૦૨ માં રેડ કરી આરોપી (૧) હિરેનભાઈ વિનુભાઈ મોવલીયા (૨) મેહુલભાઈ જયપ્રકાશ વિઠ્ઠાણી (૩) પરેશભાઇ પુનાભાઇ બરવાળીયા (૪) પ્રતિકભાઇ અમરશીભાઇ જાેટંગીયાઓને ઝડપી તેમની પાસેથી કુલ્લે કિં.રૂ.૧,૭૫,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરેલ છે. જે ગુનામા આર.કે.નામની વ્યક્તીની સંડોવણી જણાઇ આવેલ હોય જેથી સદર ગુનામા વોન્ટેડ બતાવવામા આવેલ હોય જેને પકડવાના પ્રયાસ ચાલુ હતા. તે દરમ્યાન એસઆઇ ઇમ્તિયાઝ ફકરૂમોહમદ તથા એચસી જગશીભાઈ શાંતીભાઈનાઓને મળેલ બાતમી આધારે આરોપી રાહિત ઉર્ફે આરકે કાંતીભાઈ વાવડીયા ઉ.વ.૩૨ ધંધો-હિરાની દલાલી રહે.મકાન નંબર ૫૪- ૫૫ નારાયણનગર સોસા. કંતારેશ્વર હનુમાન મંદિર પાસે સિંગણપોર સુરત મુળ ગામ પાલીતાણા તળેટી તા.પાલીતાણા જિ. ભાવનગરવાળાને પણ ઝડપી પાડવામાં આવેલ છે. સદર આરોપીની પુછપરછ કરતા તેણે જણાવેલ કે પોતે અલગ અલગ લોકોને પૈસાની લાલચ આપી તેમની પાસેથી બેંક એકાઉન્ટ મેળવી સદર ગુનાના આરોપીઓને બેંકની કિટ આપતો હોવાની હકિકત જણાવેલ તથા તેણે જણાવેલ કે અગાઉ અઠવા પોલીસ સ્ટેશનમા પણ પોતાના વિરુધ્ધમા ગુનો દાખલ થયેલ છે જે ગુનામા પણ પોતે નાસતો ફરતો છે.