- સમીમ નામની મહિલા દ્વારા આ તમામ મહિલાઓને પ્રતિબંધીત દવાઓ મોકલવા રાજી કરાયા હોવાનું ઉલ્લેખ
- સમીમ નામની મહિલાના જમાઇ ર્હ્લંઁમાં હોવાથી તેની પહોંચ વધારે ઉપર તક હોવાથી સાસુમાંને બચાવી લેતા હોવાની ચર્ચા
- પોલીસ મથકમાં અરજીના સંદર્ભે જવાબ માટે બોલાવતા સમીમ અને તેમના જમાઇએ ૨ લાખ રૂપિયામાં સેટીંગ કર્યા હોવાનું ફોન રેર્કોડિંગમાં કબુલાત કરાતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા
(સિટી ટુડે) સુરત,તા.૦૮
મહિલાઓને ડોલર વિદેશ મોકલવાના બહાને પ્રતિબંધીત દવાઓ મોકલનારી ટોળકી સામે પોલીસ કમિશનરમાં થયેલી ફરીયાદથી ભારે ચકચાર ઉઠવા પામી છે.
સમીમ નામની મહિલાએ અરજીના કામે પોલીસ મથકમાં જવાબ લખાવવા જતાં તેના પુત્ર મુનાફ અને જમાઇએ બે લાખ રૂપિયામાં મામલો રફેદફે કરવા સેટીંગ કર્યો હોવાની એક ફોન રેકોડિંર્ગમાં ડંફાસો મારી છે અને રેકોડિર્ંગમાં સ્પષ્ટ પણ કબુલ્યું છે કે સમીમના જમાઇની પહોંચ વધારે ઉપર તક છે તેના બે નંબરના ધંધા છે જેના કારણે તમામ મામલાઓ રફેદફે થઇ જાય છે. બીજી એક રેકોડિર્ંગમાં સમીમના જમાઇના ભોગ બનનારાઓ પાસેથી પૈસા માંગ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
- ગોલ્ડ સ્મગ્લર ફહીમ નાલબંધ ગરીબ પરીવારમાંથી આવતો હોવા છતાં કેનેડામાં ચાલતી કવ્વાલીઓમાં ગેંગસ્ટરની જેમ લાખો રૂપિયા ઉડાવતો હોવાનો વિડીયો વાયરલ થયો
સુરતથી કેરીંગ માટે ગરીબ લોકોને લોભામણી લાલચો આપી દુભઇથી ગોલ્ડ મંગાવતો અને હાલમાં કેનેડા પરમીટ વીઝા લઇ બેસી ગેરકાયદેસર વસ્તુઓ અન્ય દેશોમાં મોકલવા ગેંગ ઓપરેટ કરતો આ ફહીમ નાલબંધ સામે આવનારા દિવસોમાં તવાઇ આવશે.