(સિટી ટુડે)સુરત,તા.૦૮
ઓલપાડની જમીનના બાબતે ઈરાદાપૂર્વક ષડયંત્ર રચી અને ગેર કાયદેસર મંડળી બનાવી ગુનાહિત વિશ્વાસઘાત કરવા તથા ધાક ધમકી આપવા તેમજ છેતરપિંડી કરવાને મામલે ગુનો નોંધવા સુરત પોલીસ કમિશનર, કલેકટર, મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય, ગૃહ મંત્રી ગુજરાત રાજ્ય તેમજ વડાપ્રધાન ને લેખિત ફરિયાદ કરાઈ. આ ફરિયાદ નાનપુરાના કુખ્યાત માથાભારે હનીફ કાલ, ઉધનાનો એડવોકેટ જફરૂલ્લાહ સૈયદ, રાંદેર પીપરડીવાલા સ્કૂલ પાસેનો ઈલિયાસ મિસરી, લાજપોર નો બાદશાહ ખાન નાઓ વિરૂદ્ધ કરાઈ. આ કામના ચારેય આરોપીએ ૨૫ લાખ માંથી ૧૦ લાખ રૂપિયા જમીનના ટાઇટલ ક્લિયર કરવા ઓલપાડ ના કોઈ ઇ.ઝ્ર.પટેલ નામક અઘિકારી ને અપાવ્યા નો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો.એડવોકેટ જફરૂલ્લાહ સૈયદનઓ જમીન વારસદારોને ખોટા પ્રવચનો આપી ખોટી રીતે પાવર લખાયા હોવાનું પણ ફરિયાદમાં નોંધ કરાઇ અને પાવરની કોપી પણ રજૂ કરાઈ.
