નવી દિલ્હી, તા.૮
હરિયાણા ૨૦૨૪ વિધાનસભા ચૂંટણી માટે ૫ ઑક્ટોબરે મતદાન થયું હતું. ત્યારે આજે (૮ ઑક્ટોબર) ચૂંટણી પરિણામો જાહેર થયા છે. હરિયાણામાં પ્રચંડ બહુમતી સાથે ભાજપની હેટ્રિક જાેવા મળી રહી છે. બીજી તરફ ચૂંટણી પરિણામોમાં જિંદ જિલ્લાની જુલાના બેઠક સૌથી વધુ ચર્ચામાં હતી, કારણ કે અહીંથી વિનેશ ફોગાટ ચૂંટણી લડી રહી હતી. ત્યારે હવે વિનેશ ફોગાટની ૬ હજાર મતથી જીત થઈ છે. ત્યારે હવે વડાપ્રધાન મોદી સાંજે ૭ઃ૩૦ વાગ્યે દિલ્હીમાં ભાજપ કાર્યલય પહોંચશે. હરિયાણામાં ત્રીજી વખત વિધાનસભા ચૂંટણી જીતવા પર વડાપ્રધાન મોદી પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
વડાપ્રધાન મોદીએ હરિયાણામાં ભાજપની જીત માટે નાયબ સૈનીને ફોન કરીને શુભેચ્છા પાઠવી છે. આ સિવાય લાડવા વિધાનસભા બેઠકથી જીત મેળવ્યા બાદ હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનું કહેવું છે કે, ‘હું પ્રમાણ પત્ર લેવા જઈશ અને પછી જ્યોતિસર મંદિરમાં ભગવાન કૃષ્ણની પૂજા કરીશ. હરિયાણાના ૨.૮૦ કરોડ લોકોએ આ સરકારને ચૂંટી છે અને અમે પીએમ મોદીના નેતૃત્વમાં આગળ વધીશું.’ હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણમાં ભાજપને બહુમતી મળી છે. જેને લઈને ગુરુગ્રામમાં ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી અને એકબીજાને અભિનંદન આપવાનું શરુ કર્યુ હતું. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, લોકસભા ચૂંટણીની જેમ હરિયાણામાં પણ ચૂંટણી પંચ ધીમી ગતિએ ડેટા અપડેટ કરી રહ્યું છે. શું ભાજપ જૂના ડેટા અને ભ્રામક વલણો દ્વારા વહીવટીતંત્ર પર દબાણ લાવવા માંગે છે? હાલના વલણો અનુસાર હરિયાણામાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યું છે. હરિયાણામાં શહેરી બેઠકો પર ભાજપનો દબદબો જાેવા મળી રહ્યો છે. ૩૦ શહેરી બેઠકોમાંથી ૨૧ પર ભાજપ આગળ છે. લગભગ ૭૦ ટકા શહેરી મતદારો ભાજપ સાથે જાેવા મળે છે. કોંગ્રેસ માત્ર ૭ શહેરી બેઠક પર આગળ છે. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર ભૂપિન્દર સિંહ હુડ્ડાનું કહેવું છે કે, ‘વર્તમાન વલણ અનુસાર કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે. પાર્ટી હાઇકમાન્ડ મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરશે. કોંગ્રેસ પોતાની બહુમતી લાવશે. આનો શ્રેય રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના તમામ નેતાઓ અને હરિયાણાના લોકોને જશે.’ હરિયાણામાં મત ગણતરીના પ્રારંભિક વલણો કોંગ્રેસની તરફેણમાં હતા અને પક્ષને સંપૂર્ણ બહુમતી મળી રહી હતી, પરંતુ અચાનક ચિત્ર બદલાઈ જતાં ભાજપ આગળ વધી રહ્યું છે. તેમ છતાં કુમારી શૈલજાએ હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો કર્યો છે. અંબાલા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અનિલ વિજે જણાવ્યું હતું કે, ‘હરિયાણામાં ભાજપની સરકાર બની રહી છે. મુખ્યમંત્રી પદના ચહેરા પર ર્નિણય હાઇકમાન્ડ દ્વારા લેવામાં આવશે.’ હરિયાણામાં મોટી ઉથલપાથલ થતી જાેવા મળી રહી છે. ભાજપે પહેલીવાર બહુમતીનો આંકડો પાર કર્યો છે. હરિયાણાની તમામ ૯૦ બેઠકના વલણોમાં કોંગ્રેસની જબરદસ્ત લહેર જાેવા મળી રહી છે. કોંગ્રેસને બે તૃતિયાંશ બહુમતી મળી છે. કોંગ્રેસના નેતા પવન ખેરાએ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પર કહ્યું, ‘અમને વિશ્વાસ છે કે આજે અમને દિવસભર લાડુ અને જલેબી ખાવા મળશે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જલેબી મોકલવાના છીએ. અમને વિશ્વાસ છે કે જમ્મુ અને કાશ્મીર અને હરિયાણામાં બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.’ હરિયાણામાં મતગણતરી વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકરોમાં સંભવિત જીતને લઈને ઉત્સાહ છે. કોંગ્રેસ કાર્યાલયની બહાર પાર્ટીના કાર્યકરો મીઠાઈ વહેંચી રહ્યા છે. શરુઆતના વલણોમાં કોંગ્રેસને હરિયાણામાં બહુમતી મળી છે. કોંગ્રેસને આ વખતે હરિયાણામાં બમ્પર જીતનો પૂર્ણ આત્મવિશ્વાસ હતો. શરુઆતી વલણમાં જ લીડ મળી જતાં કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા અને ઉજવણી શરુ કરી હતી. કૈથલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આદિત્ય સુરજેવાલાએ ચૂંટણી પરિણામો પહેલાં દાવો કર્યો હતો કે કોંગ્રેસ આ વખતે ૭૦ બેઠકો જીતશે અને ૧૦ વર્ષના ભ્રષ્ટાચારના શાસનનો અંત આવશે. હરિયાણાના મુખ્યમંત્રી તથા ભાજપ નેતા નાયબ સૈનીએ મતગણતરી અગાઉ કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે ભાજપને જીત મળશે. અમારી સરકાર લોકોના કામ કરતી રહેશે. દરમિયાન, જમ્મુ અને કાશ્મીર ચૂંટણીમાં કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ (દ્ગઝ્ર) ગઠબંધને ૧૦ વર્ષમાં પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીરમાં અડધી બેઠકો મેળવી છે. આ ગઠબંધન ૪૯ થી વધુ બેઠકો સાથે તેની મજબૂત લીડ જાળવી રહ્યું છે.
જ્યારે ભાજપે અત્યાર સુધીમાં ૨૯થી વધુ બેઠકો જીતી છે. ભારે સુરક્ષા બંદોબસ્ત સાથે સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. જાે કે અહીં ભાજપને હારનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ તેમ છતાં ભાજપ પાસે ખુશ થવાનું કારણ છે.
કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધન કરતાં ભાજપ પાસે વધુ મત ટકાવારી છે. ભાજપને ૨૫.૬૬ ટકા મત મળ્યા છે. જ્યારે નેશનલ કોન્ફરન્સને ૨૩.૪૪ ટકા વોટ મળ્યા છે. કોંગ્રેસની વાત કરીએ તો અહીં કોંગ્રેસને ૧૧.૯૫ ટકા મત મળ્યા છે. આ સંદર્ભમાં ભાજપને ખુશ થવાનું કારણ મળ્યું છે.
જમ્મુ અને કાશ્મીરમાં૧૦ વર્ષ બાદ ૧૮મી સપ્ટેમ્બર, ૨૫મી સપ્ટેમ્બર અને પહેલી ઓક્ટોબરે ત્રણ તબક્કામાં ૯૦ વિધાનસભા મતવિસ્તારો માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. ઓગસ્ટ ૨૦૧૯માં કલમ ૩૭૦ નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેણે અગાઉના રાજ્યને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું હતું.
ભારતના ચૂંટણી પંચ અનુસાર, ત્રણ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં ૬૩.૮૮% મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે ૨૦૨૪ની વિધાનસભા ચૂંટણી એકસાથે લડવાનો ર્નિણય કર્યો છે. બીજી તરફ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (ઁડ્ઢઁ) અને ભાજપ અલગ-અલગ ચૂંટણી લડી હતી. જમ્મુ અને કાશ્મીરમાં પીડીપી અને ભાજપ ગઠબંધન જૂન ૨૦૧૮ માં તૂટી ગયું, જ્યારે ભાજપે મહેબૂબા મુફ્તીની ઁડ્ઢઁમાંથી સમર્થન પાછું ખેંચ્યું. અલગ થયા બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ વિસ્તારમાં રાજ્યપાલ શાસન લાદી દીધું હતું.