(સિટી ટુડે) સુરત,તા.૧૦
હાલ સુરત શહેરમાં બિલાડીની ટોપની જેમ ફુટી નીકળેલા બીઝનેસ ટાઉકુનો ગલી-ગલીમાં ફરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, નાણાવાટ વિસ્તારમાં રહેતા માઝ નામ ઇસમ અને સાબરીનગરમાં રહેતા રીયાઝ નામના ઇસમ દ્વારા યુએસડીટી કરન્સીના નામે લાખો રૂપિયાનો કાંડ કર્યુ હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.જીએસટી હવાલા કૌભાંડ બાદ આ બંને ઇસમો દ્વારા યુએસડીટીના કામમાં કરતબ અજવામી રહ્યા છે. બેંગલોર, ઇન્દોર જેવા શહેરોમાં યુએસડીટી વેંચવાના નામે માત્ર ફ્લેશ યુએસડીટી વહેંચી આંગડીયા ખાતે પી-ટુ-પી હવાલો કરાવી લોકોને છેતરી રહ્યા છે. અગાઉ આ બંને ઇસમો દ્વારા જીએસટી બોગસ બિલિંગ કૌભાંડ કર્યુ હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે. થોડાક દિવસ અગાઉ ૧૦ લાખ રૂપિયાની યુએસડીટી ખરીદવા ગયેલા આ બંને કૌભાંડીઓનો વિવાદ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. વધુ વિગતો માટે વાંચતા રહો…