આરોપી ઉમર પીલા જે હાલ લાજપોર જેલમાં બંધ છે તથા ઇમ્તિયાઝ સદ્દામ પણ અગાઉ જીએસટી ચોરી સહિતના વિવાદોમાં સપડાઇ ચુકેલ છે
(સિટી ટુડે) સુરત,તા.૧૦
અડાજણ ખાતે રહેતા ડો.ઝાકીર મેમણ દ્વારા પીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ મુજબ, રાણીતળાવ ખાતે રહેતા મો.ઉમર પીલા અને ઇમ્તિયાઝ ઉર્ફે સદ્દામ, ઝીનત ઇકબાલ બચાવ સહિતનાઓ સામે પીસીબી પોલીસે ચીટીંગનો ગુનો નોંધ્યો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ, ઉમર પીલા અને ઇમ્તિયાઝ સદ્દામે આયોજન પુર્વક ફરીયાદી ડો.ઝાકીર મેમણ સાથે ધંધાની લેતી દેતીમાં રાણીતળાવ ખાતે આવેલ રોયલ રેસીડેન્સીમાં ફ્લેટ આપવાના બહાને મોટી રકમ લઇ લીધા બાદ અડાજણ ખાતે આવેલ બંગલાના સોદા રૂપે થયેલા વ્યવહારમાં ચીટીંગ કરી હોવાની અરજી કરાયા બાદ પીસીબી પોલીસે તપાસ કરી આ આરોપીઓ સામે ફરીયાદ દાખલ કરી છે. જેમાં ઉમર પીલા હાલ પણ અન્ય કેસમાં લાજપોર જેલમાં સજા કાપી રહ્યો છે તથા ઇમ્તિયાઝ સદ્દામ અગાઉ જીએસટી ચોરી સહિત અન્ય વિવાદીત કેસોમાં નામ ચર્ચાઇ ચુક્યુ છે. પીસીબી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.