- નાણાવાટના માઝ અને સાબરીનગરના રીયાજ દ્વારા હાલ દુબઇથી કેટલાક હવાલાઓના ટોકન ઉપાડ્યા હોવાની તપાસ જરૂરી
- નાણાવાટ માંજ રહેતા આસીફ હકીમે કેનેડા, દુબઇ સહિતના દેશોમાં ૧૦૦ કરોડથી વધુનો હવાલો ફરાવ્યો હોવાની ચર્ચા
(સિટી ટુડે) સુરત,તા.૧૭
હાલ સુરત શહેરમાં હવાલા હવાલા કૌભાંડીઓ યુએસડીટીના નામે ગેમીંગ ફંડની આપ-લે કરતા કૌભાંડીઓને ધરદબોચવા સુરત પોલીસ જે રીતે હરકતમાં આવી છે તે જાેતા લાગી રહ્યું છે કે, આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું હબ બનેલું અડાજણ વિસ્તાર પણ આવનારા દિવસોમાં મોટા પાયે અનેક કૌભાંડો બહાર આવવાનો સાક્ષી બનશે.
શહેરના નાણાવાટ વિસ્તારમાં માઝ અને રીયાઝ બાદ આજ વિસ્તારો આયુર્વેદીકના ધંધા સાથે સંકળાયેલ મોટું માથો ગણાતો આસીફ હકીમનું નામ પણ કેનેડા સહિતના અન્ય દેશોમાં હવાલાના નામે કરોડો રૂપિયાનો નેટર્વક ચલાવતો હોવાની વિગતો પણ સપાટીએ આવી છે.
અનીસ હકીમની તપાસ કરવામાં આવે તો શહેરના અનેક વ્હાઇટ કોલરો બે નકાબ થાય તે વાત નકારી શકાય તેમ નથી.
હવાલા કૌભાંડ સાથે-સાથે સુરત શહેરમાં હાલ કોલ સેન્ટર ચલાવનારાઓના પણ બોલબાલા, ફિરોજ તથા તેમના ભાઇ દ્વારા ચોકબજારની એક ઓફિસમાં બેસી સુરત સહિત અન્ય શહેરોમાં કોલ સેન્ટરો ઓપરેટ કરતા હોવાની ચર્ચા