અમદાવાદ સોલાભાગવત વિદ્યાપીઠમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી કહ્યું, નરેન્દ્ર મોદી જો ગાયમાતાન મહત્વ આપે છે તો ગૌહત્યારાઓએને કેમ છોડી દે છે
(સિટી ટુડે) અમદાવાદ, તા.17
અમદાવાદમાં સોલાભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાયેલ ગૌ ધ્વજ ભારત યાત્રાના કાર્યક્રમમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી ઉપસ્થિત રહ્યા હતા. જે દરમિયાન તેમણે વડાપ્રધાન પર કરેલ નિવેદન અત્યારે ખુબ વાયરલ થઇ રહ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાને નવી સંસદના નિર્માણ વખતે સેંગોલની સ્થાપના કરી હતી. સેંગોલ એ ભારતનો રાજદંડ છે. અને તેને વડાપ્રધાને પોતાની પહેલા સંસદમાં પ્રવેશ કરાવ્યો તે ખુબ સરાહનીય કામ છે. પરંતુ આ સેંગોલ પર જો આપણે ગાયને આટલું માનભેર સ્થાન આપીએ છીએ. તો આ ગાયની રક્ષા માટે કેમ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવતો નથી.

વધુમાં તેમણે ખુબ આકરા શબ્દોમાં કહ્યું કે, વડાપ્રધાન મોદી ખુદ જો ગાયમાતાને આટલું ઉંચુ સ્થાન આપે છે. તો તેઓ ગૌહત્યારાઓએને કેમ છોડી દે છે. ગૌહત્યા કરતા કસાઇઓ સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આપણી પવિત્ર ગૌમાતાની હત્યા કરી અને ગૌમાંસ ખાનારા લોકોને કેમ કોઈ સજા કરવામાં આવતી નથી. ત્યારે આજે ગુજરાતની ધરતી પરથી હું વડાપ્રધાને પૂછવા માંગુ છું કે તમે ગાયના પૂજક છો કે કસાઈ. જો કસાઈ હોવ તો સામે આવો…તો એ પ્રમાણે અમને વ્યવહાર કરતા ખબર પડે. ત્યારે હવે શંકરાચાર્યજીનું નિવેદન અત્યારે સતત ચર્ચાનો વિષય બની રહ્યો છે.