નવી દિલ્હી, તા.૧૮
હરિયાણામાં યોગ્ય પરિણામ ન મળવાને કારણે આમ આદમી પાર્ટી મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી નહીં લડે. જેમાં પાર્ટી પોતાનું સમગ્ર ધ્યાન માત્ર દિલ્હી વિધાનસભા ચૂંટણી પર જ રાખવા માંગે છે.મીડિયા અહેવાલ પ્રમાણે, આમ આદમી પાર્ટીને લાગે છે કે ઝારખંડમાં તેનું સંગઠન પહેલા કરતા નબળું છે. ચૂંટણી લડવા માટે સંગઠનને મજબુત બનાવવાની જરૂર પડશે, પરંતુ હવે એનો સમય નથી. મહારાષ્ટ્રમાં સ્થિતિ થોડી અલગ છે. ત્યાંનું રાજ્ય એકમ સંગઠનાત્મક વિસ્તરણ માટે બે કે ત્રણ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે.
એવું કહેવાય છે કે, રાજ્ય એકમે પોતાનો અહેવાલ હાઈકમાન્ડને સોંપી દીધો છે, જેના આધારે રાજકીય બાબતોની સમિતિ અંતિમ ર્નિણય લેશે. પરંતુ હાઈકમાન્ડ તરફથી મંજૂરી મળવાની શક્યતા ઓછી છે, કારણ કે આપ દિલ્હીને બચાવવા માટે પોતાની તમામ તાકાત વાપરવા માંગે છે. જ્યારે પાર્ટીએ પણ તૈયારીઓ તેજ કરી દીધી છે.પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા પોતે પ્રચાર માટે દિલ્હીના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. સૂત્રોના કહેવા પ્રમાણે, આ બંને રાજ્યોમાં ચૂંટણી ન લડવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ઇન્ડિયાના સહયોગીઓ આ રાજ્યોમાં મજબૂતીથી ચૂંટણી લડી શકે અને સાથી પક્ષો વચ્ચે કોઈ મૂંઝવણ ઊભી ન થાય.
આ સ્થિતિમાં ભાજપને નુકસાન થશે. જાેકે, ઔપચારિક રીતે આમ આદમી પાર્ટીએ હજુ સુધી આ બંને રાજ્યોને લઈને પોતાની સ્થિતિ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે આ અંગે રાજકીય બાબતોની સમિતિ જ ર્નિણય લેશે.
દિલ્હીમાં, એમસીડીના વિરોધ પક્ષના નેતા અને ભૂતપૂર્વ મેયર સરદાર રાજા ઇકબાલ સિંહે આરોપ લગાવ્યો કે, એમસીડીમાં આપ સરકાર અનુસૂચિત જાતિ વિરોધી છે. તેથી એપ્રિલમાં જે મેયરની ચૂંટણી યોજાવાની હતી તે હજુ સુધી થઈ શકી નથી. એમની કોશિશ છે કે, અનુસૂચિત જાતિના કાઉન્સિલર મેયર ન બને અને તેને તેનો હક ન મળે, તેથી ચૂંટણી મુલતવી રાખી.તેમણે દાવો કર્યાે હતો કે, જ્યારે ભાજપે છેલ્લા ગૃહમાં અનુસૂચિત જાતિના કાઉન્સિલરોને અધિકાર આપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને મેયરની ચૂંટણી ન કરાવવાના શાસક પક્ષના કાવતરાનો પર્દાફાશ કર્યાે હતો. આ સાથે જ સમાજનો ગુસ્સો વધી ગયો અને મામલો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ સુધી પહોંચ્યો. ત્યારે હવે આપ સરકારને મેયરની ચૂંટણી કરાવવાની ફરજ પડી છે.