લખનૌ, તા.૧૯
ઉત્તર પ્રદેશ સરકારના રાજ્યમંત્રી દિનેશ પ્રતાપ સિંહે પ્રિયંકા ગાંધીને ‘વૃદ્ધ’ કહ્યા ત્યારથી યુપીમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. દરમિયાન, દિનેશ પ્રતાપ સિંહે ફરી એકવાર સમગ્ર ગાંધી પરિવારને વાયનાડથી લોકસભા પેટાચૂંટણી લડવા પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પર હુમલો કર્યો અને સમગ્ર ગાંધી પરિવારને ‘પલાયનવાદી’ ગણાવ્યા. આ સાથે ખુલ્લો પડકાર પણ ફેંક્યો છે.
દિનેશ સિંહે એક ખુલ્લા પત્ર દ્વારા ગાંધી પરિવારને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે, ‘હું આ તમામ ગાંધીઓને રાયબરેલીમાં ચૂંટણી લડવા માટે આમંત્રણ આપું છું, જ્યારે પણ ઈચ્છે ત્યારે પંજાના નિશાન સાથે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે દિનેશ પ્રતાપ સિંહ સામે એકલા હાથે ચૂંટણી લડે અને ત્રણ લાખ મત મેળવી લે હું રાજકારણમાંથી નિવૃત્ત થઈશ.
બુધવારે એક ટિપ્પણીમાં સિંહે પ્રિયંકા ગાંધીને બુઢ્ઢી’ કહ્યા હતા. ત્યારબાદ એએસયુઆઇ કાર્યકર્તાઓએ રાજ્યની રાજધાનીના વીઆઈપી ગૌતમ પલ્લી વિસ્તારમાં મંત્રીના સત્તાવાર નિવાસસ્થાન પર નેમપ્લેટ કાળી કરી અને મુખ્ય દરવાજા પર પેઇન્ટથી “ચોર” લખી દીધું. નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયાના કાર્યકરોએ શુક્રવારે મંત્રીના સત્તાવાર નિવાસસ્થાનની બહાર આંદોલન શરૂ કર્યું હતું, જેના કારણે વિરોધીઓને કાબૂમાં લેવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી હતી.
એએસયુઆઇ કાર્યકર્તાઓ પ્રિયંકા ગાંધી વાડ્રા સામેની તેમની ટિપ્પણીની નિંદા કરતા પ્લેકાર્ડ અને પોસ્ટરો લઈને સિંહના નિવાસસ્થાનની આસપાસ ઘેરો ઘાલ્યો હતો અને ‘દિનેશ પ્રતાપ મુર્દાબાદ’ જેવા નારા લગાવ્યા હતા. આ પછી રાજ્યમંત્રીએ ગુરુવારે એક પત્ર જારી કરીને કહ્યું કે, મારા માટે ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિ ધરાવતી ભારતની દરેક મહિલા માતા ભગવતી સમાન છે, પરંતુ પ્રિયંકા ગાંધીની જીવનશૈલી, આચાર, ખાનપાન વગેરે ભારતીય સંસ્કૃતિને મળતું નથી. રાજ્યમંત્રીએ પત્રમાં કહ્યું, “જ્યારે એ વાત સાચી છે કે પ્રિયંકાએ માત્ર હારના ડરથી જ રાયબરેલીથી ચૂંટણી લડી ન હતી, તો તે માત્ર વાયનાડથી જ ચૂંટણી કેમ લડવા જઈ રહી છે? લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહેલા દિનેશ સિંહ ભાજપમાં જાેડાયા ત્યારથી ગાંધી પરિવાર પર આક્રમક છે. તેમણે પત્રમાં કહ્યું, “એ વાત સાચી છે કે આ ‘ગાંધી’ પલાયનવાદી છે. જ્યાં સુધી સોનિયા ગાંધી અમેઠી અને રાયબરેલીમાંથી ખાદ્ય રસદ મળતી રહી ત્યાં સુધી તેઓ અમેઠી અને રાયબરેલીના રહ્યા, જ્યારે તેમણે જાેયું કે તેઓ હારી જશે, ત્યારે તેઓ રાજસ્થાન ભાગી ગયા… સિંહે કહ્યું, “તે જ રીતે રાહુલ ગાંધી પહેલાં અમેઠી છોડીને ગયા હતા વાયનાડ.” અને પછી તેમણે રાયબરેલી માટે વાયનાડ છોડી દીધું અને હવે પ્રિયંકા ગાંધી પોતાનું ઘર, સાસરું, મામાનું ઘર, રાયબરેલી, અમેઠી છોડીને વાયનાડમાં જઈ રહી છે. એ જ રીતે હાર્યા પછી ઈન્દિરા ગાંધી પણ રાયબરેલી છોડીને મેઢક (આંધ્રપ્રદેશ) ચાલી ગઈ ત્યારે પણ સવાલ ઉઠ્યા હતા.
દિનેશ સિંહ તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે રાયબરેલીથી લોકસભા ચૂંટણી ઐતિહાસિક માર્જિનથી હારી ગયા હતા. આ પહેલાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સોનિયા ગાંધીએ તેમને રાયબરેલીમાં હરાવ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી વાયનાડ અને અમેઠીની બે બેઠકો પરથી લડી હતી અને બંને બેઠકો જીતી હતી. તેમણે વાયનાડ ખાલી કરી આ બેઠક પર પેટાચૂંટણી જરૂરી છે. પાર્ટીએ આ સીટ માટે પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવ્યા છે.