(સિટી ટુડે) સુરત,તા.૨૦
બોગસ પેઢીના નામે માલ સપ્લાય કર્યા વિના બોગસ બીલીંગના આધારે કુલ રૂ.૧.૨૨ કરોડની આઈટીસી ઉસેટવાના કેસમાં ડીજીજીઆઈએ આજે મોડી સાંજે બ્રોકર ઉમંગ પટેલની સીજીએસટી એક્ટના ભંગ બદલ ધરપકડ કરી મોડી સાંજે કોર્ટમાં રજુ કરી ૧૪ દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડની માંગ કરી હતી.જેથી કોર્ટે શકદારને જેલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હતો.
સુરત ડીજીજીઆઈ દ્વારા ઈન્ટેલિઝન્સ ઈમ્પુટસના આધારે ગઈ તા.૪ ઓક્ટોબરના રોજ મેસર્સ ખાતવંગા ટ્રેડ કોર્પોરેશન એલએલપી તથા સહરા દરવાજા લાલ પરમ ડોક્ટર હાઉસ સ્થિત મે.આર.કે. એન્ટરપ્રાઈઝની પ્રિમાઈસીસ પર તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન મે.આર.કે. એન્ટરપ્રાઈઝ જાહેર કરેલા સરનામા પર અસ્તિત્વ ધરાવતી નહોતા.જેથી ડીજીજીઆઈની ટીમે મે.ખતવંગા ટ્રેડ કોર્પો.ના ધંધાકીય પ્રિમાઈસીસની તપાસ દરમિયાન હાથ લાગેલા વાંધાજનક દસ્તાવેજાેમાં અનેક અસંગતતા બહાર આવી હતી.જેથી ડીજીજીઆઈએ મે.ખતવંગા ટ્રેડ કોર્પોરેશનના ભાગીદાર ઋત્વિક દેસાઈ તથા સન્ની પટેલના સ્ટેટમેન્ટ લીધા હતા. જે મુજબ મે.આર.કે.એન્ટરપ્રાઈઝ દ્વરા ક્યારેય માલ સપ્લાય કરવામાં આવ્યો નહોતો.બોગસ બીલીંગના આધારે અંદાજે ૧.૨૨ કરોડની આઈટીસીની ઉસેટવાનો કારસો રચવામાં આવ્યા હતો.જે અંગે બ્રોકર ઉમંગ પટેલે માલ સામાનની સપ્લાય કર્યા વિના બોગસ બીલીંગની સુવિધા પુરી પાડવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.જેથી ડીજીજીઆઈની ટીમે ગઈકાલે તા.૧૮મી ઓક્ટોબરના રોજ અડાજણ એલપી સવાણી રોડ સ્થિ નિશ્ચલ આર્કેડમાં જી-૫૦માં દુકાન ધરાવતા ઉમંગ પટેલની પ્રિમાઈસીસ પર તપાસ હાથ ધરીને વાંધાજનક ઈલેકટ્રોનિક્સ તથા દસ્તાવેજી પુરાવા જપ્ત કરીને નિવેદન લીધું હતુ.જેના આધારે ડીજીજીઆઈની ટીમે શકદાર ઉમંગ પટેલની બોગસ બીલીંગ કાંડમાં ધરપકડ કરીને ઓજે મોડી સાંજે કોર્ટમાં રજુ કરી ૧૪ દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડ માંગ્યા હતા.જેના વિરોધમાં બચાવપક્ષે રાહુલ મિસ્ત્રી તથા ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે શકદારની ભૂમિકા માત્ર બ્રોકર તરીકેની હોવા ઉપરાંત અન્યના નિવેદનના આધારે શંકાના આધારે સંડોવણી કરવામાં આવી છે.સુત્રોના જણાવ્યા મુજબ ઉમંગ પટેલને બોગસ બીલીંગ કાંડમાં સાગર તથા ટાઈગર નામના શખ્શ સહિત અન્ય શકદારોની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. ઉમંગ પટેલ અગાઉ સ્ટેટ જીએસટી દ્વારા ઘરપકડ કરવામાં આવી હતી અને જામીન પર મુક્ત થયો હતો અને ત્યાર બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોગસ ડોક્યુમેન્ટ બનાવા ના ગુનો નોધવામા આવેલ હતો. આ જીએસટી કોભાંડ મા ફેક બિલિંગ આપનાર સાગર, ટાઇગર અને અબ્દુલને ડીજીજીઆઈ શકમંદ માની તપાસ ચાલુ કરેલ છે. ડીજીજીઆઈ તરફે ખાસ સરકારી વકીલ ઇમરાન મલેક હાજરરહ્યા હતા.