(સિટી ટુડે) સુરત,તા.૨૧
ભાગાતળાવ સીંધીવાડમાં ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ (હવાલા કૌભાંડ)માં મકબુલ ડોકટર સહિત ત્રણ લોકોની એસઓજીએ ધરપકડ કરી હતી. જેમાં તપાસ દરમિયાન વધુ એક આરીપી ઉહેદ આરીફ મીંડીની ધરપકડ બાદ કોર્ટમાં રજુ કરતા પોલીસ દ્વારા ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરતા આરોપીના વકિલ તરફે એડવોકેટ કલ્પેશ દેસાઇ અને ઝફર બેલાવાલા હાજર રહ્યા હતા. ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરાતા ફરિયાદીના વકિલોએ દલીલો કરતા કોર્ટે ૨ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.