(સિટી ટુડે)સુરત,તા.૨૩
બહુજ ચર્ચીત કેસની વિગત એ રીતની છે કે, સુરત જીલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનમાં તા.૨૮/૦૫/૨૦૨૪ ના રોજ ઈ.પી.કોડ ની કલમ–૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૮,૪૭૧ તથા ૩૪ મુજબના ગુન્હો કુલ્લે છ (૬) આરોપીઓ વિરૂધ્ધ નોંધાયેલ હતો તે ગુન્હાના કામે આરોપી યાકુબ ઈબ્રાહીમ સોની નાઓની તા.૨૯/૫/૨૦૨૪ ના રોજ ધરપકડ કરવામાં આવેલ હતી અને પોલીસ કસ્ટડી રીમાન્ડ બાદ તા.૪/૬/૨૦૨૪ ના રોજથી આરોપી જ્યુડી. કસ્ટડીમાં લાજપોર જેલ મધ્યસ્થ જેલ મુકામે હતા.
સદર ગુન્હાના કામે ચાર્જશીટ રજુ થઈ ગયા બાદ આરોપી યાકુબ ઈબ્રાહીમ સોની નાઓએ જામીન ઉપર મુકત થવા માટે વકીલ ઝફર કે. બેલાવાલા નાઓ મારફત શહેર સુરતની પ્રીન્સી. ડીસ્ટી. એન્ડ સેશન્સ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી અને બન્ને પક્ષનાઓની સુનાવણીના અંતે નામંજુર કરવામાં આવેલ હતી ત્યારબાદ યાકુબ ઈબ્રાહીમ સોની નાઓએ રેગ્યુલર જામીન ઉપર મુકત થવાને માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં વકીલ રાહુલ આર. ધોલકીયા તથા ઝફર કે. બેલાવાલા નાઓ મારફત જામીન અરજી દાખલ કરતા સુનાવણી માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણીમાં આવતા નામદાર ગુજરાત હાઈકોર્ટે આરોપી યાકુબ ઈબ્રાહીમ સોની નાઓને રેગ્યુલર જામીન ઉપર મુકત કરતો હુકમ કરેલ છે.
આરોપી યાકુબ સોની તરફે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સફળ રજુઆતો વકીલ રાહુલ ધોલકીયા તથા ઝફર બેલાવાલા નાઓએ કરેલ છે.