- ચીટર અનસ સુરતના અનેક લોકોના લાખો રૂપિયા ચાંઉ કર્યા બાદ દુબઇમાં જલસા કરી રહ્યો છે?
- દેશ વિરોધી પ્રવૃત્તિ અને અંડરવર્લ્ડના ગુર્ગાઓ સાથે સંપર્કમાં રહેતો અનસના સુરતમાં કનેકશન અંગે તપાસ જરૂરી
(સિટી ટુડે) સુરત,તા.૨૩
સુરત શહેરના વરાછા પોલીસ મથકમાં ૨૦૨૨ના મે મહિનામાં ચીટીંગ અને ઉઠમણાંની નોંધાયેલી ફરીયાદ બાદ સુરત છોડી દુબઇ ભાગી ગયેલો અનસ હાલ સુરતથી વોન્ટેડ છે.
દુબઇ જઇ યુએસડીટી અને દેશ વિરોધી પ્રવૃત્તિઓના રવાડે ચઢેલો અનસે દુબઇ ગયા બાદ પણ સુરતના અનેક લોકોના લાખો રૂપિયા ચાંઉ કર્યા હોવાનું બહાર આવી રહ્યું છે.
મોટા માથાઓ અને ભાઇલોકો સાથે ફરવાનો શોખીન અનસ વાણીવીલાસ કરવામાં માહેર છે. હાલમાં પણ દુબઇની બુર્જ ખલીફામાં ફ્લેટ ભાડે રાખી અનેક લોકોને છેતરી રહ્યો છે. સુરતથી ભાગેલો ચીટર અનસ હાલ યુએસડીટી અને હવાલા તથા ગેમીંગ ફંડમાં કરોડો રૂપિયાનો કાંડ કરી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલ દુબઇમાં પોતાનો હુલીયો બદલી અરબી લોકો જેવો પહેરાવ પહેરી ભપકા મારતો અનસને સુરત પોલીસ પકડવામાં કાચી પડી રહી છે. સુરતના અનેક લોકો સાથે દુબઇના મોબાઇલ નેટવર્કથી સંપર્કમાં રહેતો અનસ સાથે સંકળાયેલા અનેકલોકોની તપાસ સુરત પોલીસ કમિશનર પોતે કરાવે તો મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે દેશવિરોધી કામોનો પણ પર્દાફાશ થઇ શકે છે. કરોડો રૂપિયાનો ઉઠમણો કરનાર આ ચીટર અનસ અને તેની ટોળકી સામે સુરત પોલીસ કમિશનર દ્વારા ગુપ્ત રાહે તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.